શ્રાપિત છે દુનિયાનો આ સૌથી સુંદર આઇલેન્ડ, આલિશાન વીલા જોવાનું ન ભૂલશો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • શ્રાપિત છે દુનિયાનો આ સૌથી સુંદર આઇલેન્ડ, આલિશાન વીલા જોવાનું ન ભૂલશો

શ્રાપિત છે દુનિયાનો આ સૌથી સુંદર આઇલેન્ડ, આલિશાન વીલા જોવાનું ન ભૂલશો

 | 6:38 pm IST

દુનિયામાં ફરવા માટે ઘણાં સુંદર આઇલેન્ડ છે. લોકો વીકેન્ડ પર ફરવા માટે પણ આઇલેન્ડ પસંદ કરે છે. પરંતુ દરેક આઇલેન્ડ સુંદર હોય તે જરૂરી તો નથી. તો આજે અમે તમને એક એવા આઇલેન્ડ અંગે જણાવવા જઇ રહ્યા છીએ જેને શાપિત માનવામાં આવે છે. આ આઇલેન્ડ પર જવુ મતલબ મોતને બોલાવવી બરાબર છે. ઇટલીમાં સ્થિત આ આઇલેન્ડની સુંદરતા પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. પરંતુ આ શાપિત આઇલેન્ડને ખરીદનારનુ પણ મોત થાય છે. જેથી આ આઇલેન્ડને શાપિત માનવામાં આવે છે.

ઇટલીના આઇસો લા ગૈઓલા આઇલેન્ડ પર જવું કોઇ ખતરાથી ખાલી નથી. પરંતુ તેની સુંદરતા જોવા માટે દૂર-દૂરથી લોકો અંહી આવે છે. જોરકે આઇસોલ ગૈઓલા આઈલેન્ડ એક ખૂબ સુંદર આઇલેન્ડ છે.પરંતુ અત્યાર સુધી જેને પણ આ આઇલેન્ડ ખરીદ્યું છે તેનુ મોત થઇ છે. જોકે અંહી આવનાર પ્રવાસીઓમાંથી કોઇનુ પણ મોત થયું નથી.

કહેવામાં આવે છે કે તેને ખરીદનારા લોકો સાથે ઘણી અજીબોગરીબ વસ્તુ થઇ છે. ઘણા લોકોનો તો જીવ ગયો છે. આ આઇલેન્ડના પહેલા માલિક ગ્રૂનબેકની હૃદય રોગથી મોત થયું છે. તે બાદ બીજા માલિક પાગલ થઇ ગયા હતા અને તેમને સ્વિટજરલેન્ડના મેન્ટલ હોસ્પિટલમાં આત્મહત્યા કરી. તેના એક માલિક સ્વિસ નર હેન્સ બ્રાઉનની 1920માં અચાનક મોત થઇ હતી અને તેમની બોડી એક કારપેટમાં લપેટીને મળી આવી હતી. તે બાદ કોઇએ પણ આ આઇલેન્ડને ખરીદવાની કોશિશ કરી નથી.

જોકે અંહી ફરવા માટે ઘણા પ્રવાસીઓ આવે છે અને અંહીની સુંદરતાની મજા માણે છે. દૂર- દૂર ફેલાયેલ સુંદર દ્રશ્યોની મજા લેવા માટે અહીં એક વૈભવી ઇમારત પણ છે. જે પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ ઇમારતના કારણથી જ આ આઇલેન્ડને ખરીદવાની ઘણા લોકોએ કોશિશ કરી છે.