tray and do this Remedy no one can stop being rich
  • Home
  • Astrology
  • આ સચોટ ટુચકા અજમાવી જુઓ, ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે!

આ સચોટ ટુચકા અજમાવી જુઓ, ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે!

 | 4:27 pm IST

એવી કોઈ વ્યક્તિ નહીં હોય જેને ધનવાન બનવાની ઇચ્છા ન હોય. ધનવાન બનવાની ઈચ્છા સાથે દરેક વ્યક્તિ દિવસ-રાત તનતોડ મહેનત કરે છે. તેમ છતાં કોઈને કોઈ કારણોસર ધાર્યુ પરિણામ મળી શકતું નથી. આમ થવા પાછળ કારણ ઘણીવાર જાણી શકાતું નથી. પરંતુ આવી સમસ્યાઓનું નિવારણ લાવવાના ઉપાય જરૂરથી કરી શકાય છે. જે અત્યંત સરળ છે અને જેનું પરીણામ પણ ચોક્કસથી જોવા મળે છે.

કાળી હળદર, ચોખા અને ચાંદીનો એક ટુકડો લેવો, આ ત્રણેય વસ્તુઓને એક નવા કપડાંમાં બાંધીને તેની પૂજા કરવી અને તિજોરીમાં મુકી દો. કાળી હળદરને સ્વચ્છ કરી તેને મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પાસે મુકી દો. દરરોજ સવારે તેની પૂજા કરવી. આવકમાં વધારો થવા લાગશે.

ઘરમાં રોજ પૂજા કરતી વખતે દીવો પ્રગટાવો તેમા રૂને બદલે લાલ દોરાનો ઉપયોગ કરવો. કારણ કે માતા લક્ષ્મીને લાલ રંગ પ્રિય છે. શનિવારે ઘઉંમાં એક મુઠ્ઠી કાળા ચણા મિક્સ કરીને દળાવવા અને તેનો ઉપયોગ કરવો.મંદિરમાં દર્શન માટે ગયા હોય અને ત્યાંથી કોઈ સિક્કો મળે તો તેને લઈ તિજોરીમાં રાખી દેવો. ઘરમાં ક્યારેય પણ બંને સમયે ઝાડુ ન લગાવવું.

જો કોઈ શુક્રવારે કોઈ સૌભાગ્યવતી સ્ત્રી ઘરે મહેમાન બનીને આવે છે તો તેને ભોજન અવશ્ય કરાવવું. બુધવારે ક્યારેય પણ કોઈને પૈસા ઉધાર ન આપવા. એક ત્રોફો લો અને તેનું પાણી કાઢી લો. તેમાં લોટ અને ખાંડ મિક્સ કરી આખો ત્રોફો ભરી દો. તેને તમે કોઈ સારી જગ્યાએ રાખી દો આ રીતે કીડીયારૂ પુરવાથી ખુબજ લાભ પ્રાપ્ત થાય છે. નાના બાળકોને લાડુનો પ્રસાદ ખવડાવો.

શનિવારે હનુમાનજીને તેલ અને સિંદૂર ચડાવો આકડાની માળા અર્પિત કરો. હનુમાનજીને ચુરમાના લાડુનો ભોગ ધરાવો. જમતા પહેલા આ પ્રસાદ આરોગો અને આસપાસ પણ વહેંચી દો. ભગવાન સત્યનારાયણને મહાપ્રસાદ ધરાવી કથાનો પાઠ કરો. તુલસીદળ ચડાવી પ્રસાદ ભગવાનને અર્પણ કરો.

આ Video જુઓ: સુરતમાં રીધમ યોગાનું આયોજન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન