Beautiful hair for long and shinny hair Tray this remedy
  • Home
  • Fashion & Beauty
  • વાળની લંબાઈ વધારવા માગો છો તો કરો આ અસરકારક ઉપાય

વાળની લંબાઈ વધારવા માગો છો તો કરો આ અસરકારક ઉપાય

 | 9:59 am IST

જો તમારા વાળ કાળા, લાંબા અને ઘાટા હશે તો તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. જુના જમાનામાં તો સ્ત્રી પોતાના વાળની ખુબજ દેખભાળ રાખતી હતી અને કેટલાક ઘરેલું ઉપાય પણ કરતી હતી. જેમકે ખાટા દહીંથી માથુ ધોતી હતી વાળમાં સતત તેલ લગાવી રાખતી હતી. આ કારણે તેઓ કાળા લાંબા વાળ ધરાવતી હતી. પણ આજકાલ વધતા પ્રદૂષણ અને ઝડપી લાઈફ સ્ટાઈલના કારણે વાળને ખુબજ નુકસાન પહોંચે છે. સાથે સાથે આપણે વાળની એટલી કાળજી રાખતા પણ નથી જેના કારણે આપણા વાળ અકાળે સફેદ થાય કે તૂટવાં લાગે છે. સાથે આપણે જે હેર કેરનો ઉપયોગ કરીએ છીએ તેમાં કેમીકલ હોવાથી વાળને ખુબજ નુકસાન થાય છે.

શા માટે વાળને થાય છે આટલું નુકસાન?

આમતો વાળ ખરી પડે તેની પાછળ મુખ્ય કારણ આપણી ખાનપાનની ટેવ જવાબદાર છે. ખાસ કરીને આપણે જે ખાઈએ પીએ તેનાથી વાળ ખુબજ ખરાબ થવા લાગે છે. કોશિશ કરો કે ઘરે બનાવેલું જ ખાઓ, ગરમીમાં ખુબજ પરસેવો થવા લાગે છે આથી અઠવાડિયામાં 2થી 3 વાર વાળને ધોવાનું રાખો.

સાચી પ્રોડક્ટનો કરો ઉપયોગ

આમતો વાળને લાંબા કરવા ખાસ એ જુઓ તમારા સ્કેલ્પને શું સુટ કરે છે આ જાણી લેશો તો તમારા સ્કેલને અનુરૂપ વસ્તુઓનો ઉપયોગ કરો. તમને જે અનુકુળ આવે તે વસ્તુઓ વાપરો.

ડાયટનું ખાસ ધ્યાન રાખો

વાળની સંભાળ માટે પોષણયુક્ત આહાર લો. દૂધ, દહીં, પનીર, ઇંડા જેવો પ્રોટીનથી ભરપુર ડાયટ આહાર લો. આ સાથે લીલા શાકભાજી, ફળો, દૂધનું સેવન કરો. ઘરેલું વસ્તુઓ વાપરીને વાળની દેખભાળ કરો.

વાળ માટે તેલનો મસાજ ખુબજ જરૂરી

નારિયેળ તેલ, બદામનું તેલ, જૈતુનનું તેલ વાળમાં લગાવો. આનાથી વાળને પોષણ મળશે. સાથે વાળ સાઈની અને સિલ્કી થશે. વાળમાં ખોડાની સમસ્યા માટે તેલ માલિસ કરવાથી ખુબજ ફાયદો થાય છે. આમાં લોરિક એસિડ તત્વ હોય છે જેના કારણે એન્ટીફંગલ થાય છે અને વાળને થતુ નુકસાન અટકી જાય છે. સુકા કે બરછટ વાળ ખુબજ ખરે છે આથી વાળની સારસંભાળ રાખો.

વિટામિન ઈ ઓયલનો કરો ઉપયોગ

એક ચમચી મધમાં બદામનું તેલ વિટામિન ઈની કેપ્સુલ નાખી વાળમાં માલિશ કરો આનાથી વાળ ખુબજ સુંદર થઈ જશે.

ઓલિવ ઓયલથી કરો મસાજ

વાળની લંબાઈ વધારવા ઓલિવ ઓયલનો ઉપયોગ હિતાવહ છે. વિટામિન અને ન્યુટ્રીયન્સથી ઓલિવ ભરપુર હોવાથી વાળ માટે ફાયદાકારક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન