treasure hidden in the place of Sunil Dutt's bungalow has finally started working
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • સુનીલ દત્તને પોતાના બંગલાના સ્થળે દટાયેલો ખજાનો આખરે કામ લાગ્યો!

સુનીલ દત્તને પોતાના બંગલાના સ્થળે દટાયેલો ખજાનો આખરે કામ લાગ્યો!

 | 9:10 am IST
  • Share

  • સુનીલ દત્તનો અસલ બંગલો તોડતાં પહેલાં લેવામાં આવેલો ફોટો
  • સુનીલ દત્તના પાલી હિલ ખાતેના બંગલામાં જ બધી મહત્ત્વની ઘટનાઓ બની
  • યે બંગલા બનાને સે પહલે મૈં વહાં ખઝાના ઢૂંઢ રહા થા

સંજય દત્ત ટાડામાં પકડાયો હતો ત્યારે ઘરખર્ચ સંજય દત્તની આવક ઉપર આધારિત હતો. સુનીલ દત્ત વર્ષો અગાઉ નિવૃત્ત થઈ ગયા હતા. રાજકારણમાં સક્રિય હતા, પરંતુ એ કંઈ મોટી આવક રળનાર કામ નહોતું. સંજય દત્ત જેલમાં જતાં આવક બંધ થઈ ગઈ. ઉપરથી તેનો કેસ લડવા મબલક ખર્ચ કરવાનો થયો. શરૂઆતમાં તો અહીંતહીંથી નાણાંનો બંદોબસ્ત થઈ ગયો, પરંતુ પછી સ્થિતિ વધારે ખરાબ થઈ તો સુનીલ દત્તે પોતાનો બંગલો વેચી દેવો પડયોે હતો. પાલી હિલમાં હવે જગ્યાની ભારે તંગી હોવાથી બંગલા તોડીને ફ્લેટ બનાવવાનું કામ બિલ્ડરો માટે ફેશન બની ગયું હતું. એટલે સુનીલ દત્તને ખાસ્સા પૈસા પણ મળ્યા હતા. સુનીલ દત્તે એક ઈન્ટરવ્યૂમાં ચહેરા પર ખેદ સાથે કહ્યું હતું, યે બંગલા બનાને સે પહલે મૈં વહાં ખઝાના ઢૂંઢ રહા થા. આજ વો બંગલા મેેરે લિયે ખજાના સાબિત હુઆ

સંજય દત્તના જીવન ઉપરથી રાજકુમાર હીરાણીએ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે ફિલ્મનું મોટાભાગનું શુટિંગ તેના બાળપણના નિવાસ સ્થાનમાં કરવાનું હતું. સુનીલ દત્તના પાલી હિલ ખાતેના બંગલામાં જ બધી મહત્ત્વની ઘટનાઓ બની હતી, પરંતુ એ બંગલો તો હવે રહ્યો જ નહોતો

રાજકુમાર હીરાણીએ પ્રિયા દત્તની મદદ લીધી. પ્રિયા દત્ત પાસે એ ઘરના સંખ્યાબંધ ફેટોગ્રાફ્સ હતા અને હોમવીડિયો પણ હતા. એ બધાનો અભ્યાસ કરીને આર્ટ ડાયરેક્ટર સાથે ડઝનબંધ બેઠકો કરીને સુનીલ દત્તનો પાલી હિલ ખાતેના બંગલાનો આબેહૂબ સેટ બનાવવામાં આવ્યો હતો. બહારના કમ્પાઉન્ડ સાથે બંગલો એવો સાચુકલો તૈયાર થયો હતો કે સુનીલ દત્તના ચાહકો, ઓળખીતાઓ અને જિજ્ઞાસુ ચાહકો ફિલ્મનું શૂટિંગ નહીં ફ્ક્ત સેટ જોવા આવતા હતા

આ ફિલ્મનો સૌથી મહત્ત્વનો સીન સુનીલ દત્તના બંગલાના પ્રિવ્યૂ થિયેટરમાં બતાવવામાં આવ્યો છે. જેમાં સંજયનો મિત્ર કમલી, સાંભળે છે કે એક વકીલ સંજય દત્તને કહી રહ્યો છે, તમે કબૂલ કરી લો કે બ્લાસ્ટ થવાના છે એ તમને ખબર હતી. એવામાં સુનીલ દત્ત પાછળ ફ્રીને તેને જુએ છે. કહે છે, બહાર બૈઠો બેટા! આટલું સાંભળી તે તરત પાછો ન્યૂયોર્ક આવી જાય છે. પછી તે સંજય દત્તને ખરેખર આતંકવાદી માનતો રહે છે

આ કમલી સંજય દત્તને ન્યૂયોર્કમાં મળ્યો હતો અને ખાસ મિત્ર બની ગયો હતો. સંજય દત્તની માતા નરગિસને પેન્ક્રિયાટિક કેન્સરની સારવાર માટે ન્યૂયોર્ક લઈ જવાઈ હોય ત્યાં નરગિસનો એક દીવાનો ફેન કમલેશ કન્હૈયાલાલ કપાસી નરગિસના રૂમમાં ગણેશજીની પ્રતિમા મૂકવા ઘૂસી ગયો હોય અને પકડાઈ જાય. પછીથી તે કમલેશ ઉર્ફે કમલી સંજયનો બેસ્ટ ફ્રેન્ડ બની જાય

તેને અખબારમાં હેડલાઈન વાંચવા મળે કે સંજય દત્તના ઘેર વિસ્ફેટકોની ટ્રક ઊભી હતી. સાથે કમ્પાઉન્ડમાં ટ્રકનો ફેટો પણ હોય. તેના માનવામાં ન આવે કે સંજય આતંકી હોઈ શકે. સંજયને મળીને ખાતરી કરવા તે મુંબઈ દોડી આવે અને સુનીલ દત્તના બંગલામાં સંજયને શોધતો શોધતો નીચે પ્રિવ્યૂ થિયેટરમાં પહોંચી જાય. જ્યાં તે જુએ કે વકીલ પડદા પાસે ઊભા રહીને સંજય દત્ત તથા સુનીલ દત્તને કહે, તમે કોર્ટને કહી દો કે તમને બ્લાસ્ટ થવાની બધી માહિતી હતીજ્યાં સીન ભજવાયો હતો એ પ્રિવ્યૂ થિયેટર સુનીલ દત્તના બંગલાની નીચે આખા ભોંયરામાં બનાવવામાં આવ્યું હતંુ. અહીં ફ્લ્મિ તૈયાર થયા પછી લાગતાવળગતા તથા સિનેજગતના હિતેચ્છુઓ સાથે બેસીને ફ્લ્મિ જોવામાં આવતી તથા ફ્લ્મિોનું ડબિંગ કરવાની પણ સગવડ હતી. આ ડબિંગ થિયેટર શી રીતે બન્યું તેનો ખૂબ મઝાનો ઇતિહાસ છે. તેની સાથે સુનીલ દત્તે કહેલી ખજાનાની વાત સંકળાયેલી છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો