આધાશીશીના દર્દીઓ માટે ખુશખબર, હવે શક્ય બનશે સારવાર – Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • આધાશીશીના દર્દીઓ માટે ખુશખબર, હવે શક્ય બનશે સારવાર

આધાશીશીના દર્દીઓ માટે ખુશખબર, હવે શક્ય બનશે સારવાર

 | 2:27 pm IST

નવી દિલ્હીની એઇમ્સ અને શ્રીનગરની લશ્કરી હોસ્પિટલના તબીબો એવાં તારણ પર પહોંચ્યા છે કે સર્જીરીથી માઇગ્રેન એટલે કે આધાશીસીનો ઉપચાર સંભવ છે. તબીબોનું કહેવું છે કે નર્વોવાસ્ક્યુલર રોગની સારવાર માટે સર્જરી કરાવી ચૂકેલા ૩૦ દર્દીને દર્દમાં મળેલી રાહતને પરિણામે તેઓ આ તારણ સુધી પહોંચ્યા છે. વિશ્વની ૨૦ ટકા વસતી માથામાં એક બાજુ દુઃખાવાના રોગથી પીડાતી હોય છે. સામાન્યપણે તબીબો આવા રોગ માટે એનાલગેસિક્સ અને સ્ટિરોઇડ જેવી દવા આપતા હોય છે પરંતુ તબીબોને તેની આડઅસરનો પણ ડર હોય છે.

તબીબોનું કહેવું છે કે સર્જરી કરી ચૂકેલા માઇગ્રેનના ૩૦ દર્દી પૈકી ૧૪ દર્દી(૪૬.૭ ટકા)ને સંપૂર્ણ આરામ થઈ ગયો હતો અને તેટલી જ સંખ્યામાં દર્દીઓને એક વર્ષના ગાળામાં ખૂબ રાહત મળી હતી. અમેરિકી જર્નલમાં આ અંગે એક લેખ પ્રકાશિત થયો છે. શ્રીનગર સૈન્ય હોસ્પિટલના સર્જન ડો. એન્સોન જોસેએ આ અભ્યાસનું નેતૃત્વ લીધું હતું. તબીબનું કહેવું છે કે કપાળના કેટલાક સ્નાયુને સર્જરીથી દૂર કરીને માઇગ્રેનનો ઉપચાર શક્ય બને છે. આ સ્નાયુઓ તેની નજીકના ચેતાતંત્રને દબાણમાં લાવીને દુઃખાવો સર્જતા હોય છે. પરદેશમાં પણ સર્જરીની મદદથી માઇગ્રેનનો ઉપચાર કરવા પ્રયોગો થઈ ચૂક્યા છે, પરંતુ ભારતે તે દિશામાં પહેલ જ કરી છે.

કપાળેથી સ્નાયુ દૂર થતાં દર્દીને રાહત થાય છે

દર્દીને કપાળમાં જ્યાં દુઃખાવો રહેતો હોય તેવા સ્થાને બોટોક્સ ઇન્જેક્શન આપવામાં આવે છે, તેને પરિણામે દર્દની તીવ્રતા ૫૦ ટકા ઘટી જતી હોય છે અને સર્જરી કરીને સ્નાયુને દૂર કરવાથી દર્દીને લાંબા ગાળાની રાહત મળતી હોય છે. અમેરિકાના પ્લાસ્ટિક સર્જને ૧૯૯૦ના દાયકામાં માઇગ્રેનના દર્દીના કિસ્સામાં સર્જરીથી થતા ફાયદા તરફ બધાનું ધ્યાન દોર્યું હતું. તેઓ કપાળની કેટલીક કોસ્મેટિક સર્જરી કરી રહ્યા હતા ત્યારે આ વાત ધ્યાને આવી હતી. તેમના કેટલાક ગ્રાહકો માઇગ્રેનથી પીડાઈ રહ્યા હતા. તેમના કપાળે કોસ્મેટિક સર્જરી કરતાં તેમને અચાનક માઇગ્રેનમાં પણ રાહત મળી હતી.