વેલેન્ટાઈન ડે પર આપો તમારા પાર્ટરનને આ ટેક ગિફ્ટ, 5,000 રૂપિયા કરતા છે ઓછી કિંમત - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • વેલેન્ટાઈન ડે પર આપો તમારા પાર્ટરનને આ ટેક ગિફ્ટ, 5,000 રૂપિયા કરતા છે ઓછી કિંમત

વેલેન્ટાઈન ડે પર આપો તમારા પાર્ટરનને આ ટેક ગિફ્ટ, 5,000 રૂપિયા કરતા છે ઓછી કિંમત

 | 1:11 pm IST

વેલેન્ટાઈન ડે ને હવે થોડાંક જ દિવસો બાકી છે. આ ખાસ દિવસેને યાદગાર બનાવા માટે આ વખતે તમારા પાર્ટનરને ટ્રેડિશનલ ગિફિટની જગ્યાએ કંઈક અલગ ગીફ્ટ આપવી જોઈએ. ફિટનેસથી લઈને મ્યૂઝિક લવર સુધી બધા માટે અમે તમને જણાવીશું કેટલીક ટેક પ્રોડક્ટ જેને તમે 5,000 રૂપિયા કરતા પણ ઓછી કિંમતએ ખરીદી શકો છો.

Ambrane ‘AFB – 11’ Flexi Fit :

જો તમારો પાર્ટનર હેલ્થ કોન્શિયન્સ હોય તો તેને શાનદાર ફ્લેક્સી ફિટ સ્માર્ટબેન્ડ ગિફ્ટ કરી શકો છો. તેની કિંમત 1,799 રૂપિયા છે. પેડોમીટર ફીચરની સાથે આવતા આ બેન્ડ હાર્ટ રેટ અને બર્ન થયેલી કેલેરીને ટ્રેક કરે છે સાથે તમારા ઉંધવાનાં કલાકોને પણ કાઉન્ટ કરે છે. તેમજ તે સ્માર્ટફોન પર આવતા ઈનકમિંગ કોલ, મેસેજ અને ઈમેલ અલર્ટ જેવી બીજી જરૂરી વસ્તુંની નોટિફિકેશન પણ Seek કરે છે.

Astrum Super Slim Bluetooth Speaker ST150 :

તમારા પાર્ટનરને મ્યૂઝિક વધારે પસંદ હોય તો આ સુપર સ્લિમ સ્પીકર એક સારી ગિફ્ટ હોય શકે છે. આ દમદાર સાઉન્ડ ક્વોલિટી વાળા સ્પીકરની કિંમત 2,790 રૂપિયા છે તેને સરળતાથી તમે પોકેટમાં રાખી શકો છો.

Ambrane ‘PP2000 Plush Series Power Bank’ :

બે યૂએસબી પોર્ટની સાથે આવતી આ પાવરબેંકથી તમે મલ્ટિપલ ડિવાઈસ જેવા સ્માર્ટફોન, કેમેરા ચાર્જ કરી શકો છો. 1,999 રૂપિયામાં આવતા આ પાવરબેંક તમારા પાર્ટનરને જરૂરથી પસંદ આવશે.

Astrum Headset ‘HT600’ :

Astrum HT600 ઓવર હેડ બ્લૂટૂથ હેડફોન્સ છે, જે બિલ્ટ ઈન માઈકની સાથે છે. ટ્વિસટ-ટુ-ફોલ્ડ ડિઝાઈન વાળા હેડસેટ વજન પણ ઓછું હોય છે તેને સરળતાથી તમે કેરી શકો છો. તેની કિંમત 4,999 રૂપિયા છે.

Ambrane Lightweight Headphones WH-11 :

સારી સાઉન્ડ ક્વોલિટીથી લેસ WH-11 હેડફોન પણ આ વેલેન્ટાઈન ડે ગિફ્ટ કરવા માટે એક સારું ઓપ્શન છે. તેની કિંમત 2,999 રૂપિયા છે.