પોતાની ન્યૂડ તસવીર Facebook પર શેર કરતા યોગી આદિત્યનાથ પર મહિલાએ કર્યો કેસ - Sandesh
  • Home
  • India
  • પોતાની ન્યૂડ તસવીર Facebook પર શેર કરતા યોગી આદિત્યનાથ પર મહિલાએ કર્યો કેસ

પોતાની ન્યૂડ તસવીર Facebook પર શેર કરતા યોગી આદિત્યનાથ પર મહિલાએ કર્યો કેસ

 | 2:38 pm IST

યુપીના સીએમ યોગી આદિત્યાથ સામે એક આદિવાસી મહિલાએ કેસ ફાઈલ કર્યો છે. આસામની આ મહિલાએ યુપીના સીએમ પર આરોપ લગાવ્યો છે કે, સીએમએ તેની એક ન્યૂડ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ માટે મહિલાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. લક્ષ્મી ઓરંગ નામની આ આદિવાસી મહિલાએ આઈપીસી અને સૂચના પ્રોદ્યોગિકી અધિનિયમની વિવિધ ધારાઓ અંતર્ગત સબ ડિવીઝનલ ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતમાં ફરિયાદ દાખલ કરી છે. મહિલાએ જણાવ્યા અનુસાર, 24 નવેમ્બર, 2007ના રોજ ગુવાહાટીના બેલટોલામાં અખિલ આસામ આદિવાસી વિદ્યાર્થી સંઘના આંદોલન દરમિયાન લેવામાં આવેલી તેની ન્યૂડ તસવીરને યોગી આદિત્યનાથે 13 જૂનના રોજ પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરી હતી. આ ઉપરાંત મહિલાએ સાંસદ રામ પ્રસાદ સરમાની વિરુદ્ધ આ ફોટો શેર કરનારની સામે કેસ ફાઈલ કર્યો છે.

લક્ષ્મી ઓરંગ, જેણે સીએમ આદિત્યનાથ પર કેસ કર્યો છે

આ પહેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથની વિરુદ્ધમાં કેસ ફાઈલ થયો છે. તેમના પર ધર્મ, જાતિ, જન્મસ્થાન, નિવાસ, ભાષા વગેરે આધાર પર વિવિધ સમૂહોની વચ્ચે સદભાવ બગાડવા માટે આઈપીસી ધારા 153એ અંતર્ગત બે કેસ ફાઈલ કર્યા હતા. આઈપીસી ધારા 295 અંતર્ગત પણ બે કેસ નોંધાયેલા છે. આ સાથે જ સીએમ યોગીની વિરુદ્ધમાં આઈપીસી ધારા 506, ધારા 307, ધારા 147, ધારા 336, ધારા 149, ધારા 504 અંતર્ગત પણ અનેક કેસ નોંધાયેલા છે. આ મામલે લોકસભા ઈલેક્શન 2014માં અપાયેલી તેમની એફિડેવિટમાં નોંધાયેલુ છે. જોકે, આમાંથી કેટલા કેસ બંધ થયા છે તે હજી માહિતી મળી નથી.

આ કિસ્સો એક સપ્તાહ જૂનો છે. એક લાખ ફોલોવર ધરાવતા યોગી આદિત્યનાથે ફેસબુક પેજ પર આસામની આદિવાસી મહિલા લક્ષ્મી ઓરંગની ન્યૂડ તસવીર શેર કરી હતી. તસવીરમા દાવો કરાયો છે કે, ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં નારા લગાવવા પર કોંગ્રેસી કાર્યકર્તાઓએ એક હિન્દુ મહિલાની જાહેરમાં સાર્વજનિક સ્થળ પર ન્યૂડ કરીને બેરહેમીથી પીટાઈ કરી હતી. આ પોસ્ટ વાઈરલ થવાથી લક્ષ્મી ઓરંગે આસામના વિશ્વનાથ જિલ્લામાં યોગી આદિત્યનાથ સામે કેસ ફાઈલ કર્યો છે. લક્ષ્મીના જણાવ્યા અનસુરા, દસ વર્ષ જૂની તસવીર ફેસબુક પર શેર કરીને તેની અસ્મિતા ફરીથી ન્યૂડ કરવામાં આવી છે. સબ ડિવિઝનલ ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે લક્ષ્મીની અરજીને સ્વીકારી લીધી છે.

10 વર્ષ પહેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન લક્ષ્મીની નિર્વસ્ત્ર કરાઈ હતી
લક્ષ્મી ઓરંગની જે તસવીરને હાલની તસવીર બતાવીને યોગી આદિત્યનાથે ફેસબુક પેજ પર પોસ્ટ કરી છે, હકીકતમાં તે દસ વર્ષ જૂની છે. 24 નવેમ્બર, 2007ના રોજ ગુવાહાટીના બેલટોલામાં અખિલ ભારતીય આસામ આદિવાસી વિદ્યાર્થી સંધના આંદોલન દરમિયાન કેટલાક લોકોએ લક્ષ્મી ઓરંગને ઘેરી લીધી હતી અને બેરહમીપૂર્વક મારી હતી. તેને એટલી માર મરાઈ હતી, તે નિર્વસ્ત્ર થઈ ગઈ હતી. વિરોધ પક્ષને તેમ છતાં દયા ન આવી તો તે ઘટનાસ્થળથી ભાગતા સમયે લક્ષ્મીનો પીછો કરીને તેને માર મરાયો હતો.

બેટી બચાવોની વાત કરનારા જ રાજનીતિ માટે દીકરીને ન્યૂડ કરે છે
યોગી આદિત્યનાથના વિરુદ્ધ કેસ ફાઈલ કર્યા બાદ લક્ષ્મી ઓરંગે કહ્યું કે, સસ્તી રાજનીતિ માટે ભાજપ જૂના જખ્મો ઉખેડી રહ્યું છે. માનવાધિકારોનું ઉલ્લંઘનનો આરોપ લગાવતા લક્ષ્મીએ કહ્યું કે, જે બેઈજજ્તીની દુનિયા ભૂલી ચૂકી હતી તેને ફરીથી યાદ કરાવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ તો બેટી બચાવોની વાતો કરે છે, ત્યા બીજી તરફ તેમની પાર્ટીના નેતા સસ્તી રાજનીતિ માટે દેશની તેમની પાર્ટી સસ્તી રાજનીતિ માટે દેશની દીકરીઓને સરેઆમ ન્યૂડ કરવાનો અપરાહ કરે છે. લક્ષ્મીએ કહ્યું કે, 10 વર્ષ પહેલા તેને કોંગ્રેસના શાસનકાળમાં ન્યૂડ કરવામાં આવી હતી, હવે ભાજપના શાસનકાળમાં ફરીથી નિર્વસ્ત્ર કરાઈ છે. આ ઘોર પીડાદાયક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન