ત્રિયુગીનારાયણ મંદિર : ઉત્તરાખંડ - Sandesh

ત્રિયુગીનારાયણ મંદિર : ઉત્તરાખંડ

 | 1:34 am IST

ભારતના ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગીનારાયન ગામ ખાતે ભગવાન શિવ-પાર્વતીનું મંદિર આવેલું છે. આ મંદિરને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે, પૌરાણિક કથા અને શાસ્ત્રો મુજબ આ સ્થળે જ શિવ-પાર્વતીના વિવાહ થયા હતા. આ મંદિર સાથે અનેક પ્રકારની કથાઓ જોડાયેલી છે, તો આવો મંદિરની વિશેષતા, મંદિરનું બંધારણ, માન્યતા, દર્શનનો સમય વગેરે વિશે માહિતી મેળવીએ.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના પ્રમુખના સ્થાનોમાં એક ત્રિયુગીનારાયણ સ્થળ છે. જ્યાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું મંદિર છે. આ મંદિરને મોટાભાગના લોકો ત્રિયુગીનારાયણ મંદિરના નામે જ ઓળખે છે. આ મંદિર માટે માનવામાં આવે છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતીનું અતૂટ બંધન જોડાયેલું છે. આજ સ્થળે શિવ પાર્વતીનો વિવાહ સંપન્ન થયો હતો, તે વાતની સાબિતી માટે અહીં કુંડ આજે પણ હાજર છે.

વિષ્ણુકુંડ અને સ્તંભ

માતા પાર્વતીના લગ્ન જ્યારે શિવ સાથે થવાના હતા, તે સમયે ભગવાન વિષ્ણુએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વિષ્ણુ ભગવાને પાર્વતીમાતાને પોતાની બહેન બનાવી હતી, અને ભાઇ તરીકેની દરેક ફરજ બજાવી હતી. ભાઇ તરીકે લગ્ન વિધિમાં ભાગ લેવા માટે લગ્ન પહેલા સ્નાન કરવા ભગવાન વિષ્ણુએ જે કુંડમાં સ્નાન કર્યુ તે કુંડને વિષ્ણુકુંડ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ સ્થળે બીજો પણ એક કુંડ છે, જ્યાં લગ્નમાં હાજર રહેનાર અન્ય દેવી-દેવતાઓએ સ્નાન કર્યુ હતું, તે કુંડને રુદ્રકુંડ નામથી ઓળખવામાં આવે છે. તથા આ સ્થળે કુંડની સાથે એક સ્તંભ બનાવવામાં આવ્યો છે, આ સ્તંભ પર નંદીને બાંધવામાં આવ્યો હતો.

હવનકુંડ અને બ્રહ્મકુંડ

આ મંદિરમાં આજે પણ એક હવનકુંડ આવેલો છે, જેની જ્યોત પ્રજ્જવલિત છે. આ હવનકુંડમાં પ્રસાદીના સ્વરૂપે લાકડીઓ ચઢાવવામાં આવે છે, અને લોકો આ હવનકુંડની રાખને ઘરે લઇ જાય છે. આ હવનકુંડને લઇને માનવામાં આવે છે કે આજ હવનકુંડની સાક્ષીએ જ ભગવાન શિવ અને પાર્વતીના સાત ફેરા થયા હતા. આ ઉપરાંત અહીં એક બ્રહ્મકુંડ પણ આવેલો છે. બ્રહ્માજી ભગવાન શિવ અને પાર્વતી માતાના લગ્ન કરાવવા માટે બ્રહ્માજી આવ્યા હતા, તથા બ્રહ્માજીએ શિવ-પાર્વતીના લગ્ન પહેલા બ્રહ્માકુંડમાં સ્નાન કર્યું હતું, ત્યાર બાદ શિવ-પાર્વતીના લગ્ન કરાવ્યા ઔહતા. તેથી આ કુંડને બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્મકુંડને લોકો ખૂબ જ પવિત્ર માને છે, તેની સાથે માને છે, કે આ કુંડમાં સ્નાન કરવાથી બ્રહ્માજીના આશીર્વાદ મળે છે.

મંદિર સાથે જોડાયેલી માન્યતા

– મંદિરમાં પ્રજ્જવલિત અગ્નિ ઘણા યુગોથી પ્રજ્જવલિત છે, તેના કારણે આ સ્થળનું નામ ત્રિયુગી રાખવામાં આવ્યું છે.

-આ સ્થળ હિમાનતની રાજધાની છે. જ્યાં શિવ-પાર્વતીના વિવાહમાં વિષ્ણુએ પાર્વતીના ભાઇ બનીને, ભાઇની દરેક ફરજ બજાવી હતી, તથા આ લગ્નમાં બ્રહ્માજી પુરોહિત બન્યા હતા. તથા તે સમયે સંત-મુનિઓના આ સમારોહમાં ભાગ લીધો હતો.

– વિવાહના નજીકના સ્થળને બ્રહ્મા શિલા કહેવામાં આવે છે, જે મંદિરની સામે જ સ્થિત છે.

-વિવાહ પહેલાં ઉપસ્થિત રહેલાં દેવી-દેવતાઓએ જે કુંડમાં સ્થાન કયુંર્ તે આજે પણ હાજર છે, બ્રહ્માજીએ સ્નાન કર્યું તેને બ્રહ્માકુંડ, વિષ્ણુએ સ્નાન કયુંર્ તેને વિષ્ણુકુંડ તથા અન્ય દેવોએ સ્નાન કર્યું તેને રુદ્રકુંડ તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય કુંડમાં પાણી સરસ્વતિ કુંડમાંથી આવે છે. સરસ્વતિ કુંડનું નિર્માણ વિષ્ણુની નાસિકાથી જોડાયેલ છે, માનવામાં આવે છે, કે જેને સંતાન ન હોય અને તે આ કુંડમાં સ્નાન કરે, તો સંતાન પ્રાપ્ત થાય છે.

– વિવાહિત વર-વધૂ આ મંદિરમાંથી પ્રજ્જવલિત જ્યોતિની ભસ્મ પોતાના માથે લગાવીને થોડી પોતાની પાસે રાખે તો તેઓને ભગવાન શિવ અને દેવી પાર્વતીનો આશીર્વાદ મળે છે.

– વેદોમાં ઉલ્લેખ છે કે ત્રિગુણીનારાયણ મંદિર ત્રેતાયુગથી સ્થાપવામાં આવેલું છે. જ્યારે કેદારનાથ અને બદ્રિનાથ દ્વાપરયુગમાં સ્થાપવામાં આવેલા મંદિર છે. આ ઉપરાંત માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ વામન દેવનો અવતાર લીધો હતો.

મંદિરનું બંધારણ

આ મંદિરનું બંધારણ કેદારનાથના મંદિરની સ્થાપત્ય શૈલીમાં બનાવેલંુ છે. આદિ શંકરાચાર્ય દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર ભગવાન વિષ્ણુની એટલે કે નારાયણની ૨ ફૂટ લાંબી છબીના દર્શન થાય છે. તથા દેવી લક્ષ્મી અને જ્ઞાાનની દેવી સરસ્વતિના દર્શન થાય છે. મંદિરનું બાંધકામ લાકડાના ઉપયોગથી કરવામાં આવ્યું છે. તથા વિવિધ પ્રકારના કુંડ અને દેવી-દેવતાના મંદિર બનાવવામાં આવ્યાં છે.

મંદિરના દર્શનનો સમય

સવારે ૬:૦૦ વાગ્યાથી,

સાંજે ૭:૦૦ વાગ્યા સુધી

કેવી રીતે જશો?

રુદ્રપ્રયાગ જવા માટે તમે બસ કે ટ્રેન દ્વારા જઇ શકો છો. ટ્રેનમાં જવા માટે તમે પહેલા ઋષિકેશ પહોંચો ત્યાર બાદ ત્યાંથી બસ, ગાડી દ્વારા રુદ્રપ્રયાગ પહોંચો, ત્યાંથી ત્રિયુગીનારાયણ જવા માટે તમને ખાનગી વાહનો મળી રહેશે, તથા બસ મારફતે પણ જઇ શકો છો.

[email protected]