Triple Talaq Bill : Congress MP Hussain Dalwai Comment Lord Ram
  • Home
  • Featured
  • કોંગ્રેસ સાંસદે હિન્દુ દેવી-દેવતાને લઈને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

કોંગ્રેસ સાંસદે હિન્દુ દેવી-દેવતાને લઈને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

 | 12:53 pm IST

મોદી સરકાર આજે સંશોધનો સાથે રાજ્યસભામાં ટ્રીપલ તલાક બિલ રજુ કરવા જઈ રહી છે. સરકાર આ બિલ પાસ કરાવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. તેવામાં રાજ્યસભાની કાર્યવાહી પહેલા સંસદમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની એક બઠક યોજાઈ હતી. જ્યારે બીજી તરફ કોંગ્રેસના સાંસદ હુસૈન દલવઈએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

કોંગ્રેસ સાંસદે હિન્દુઓના ભગવાનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેને લઈને વિવાદ સર્જાયો છે.

કોંગ્રેસના સાંસદે કહ્યું છે કે, મહિલાઓ સાથે તમામ સમુદાયમાં અયોગ્ય વ્યવહાર કરવામાં આવે છે. માત્ર મુસ્લિમ જ નહીં, હિન્દુ, ઈસાઈ, સિખ તમામ સમુદાયમાં આમ થાય છે. દરેક સમાજમા પુરૂષોનું જ વર્ચસ્વ છે. ત્યાં સુધી કે શ્રીરામે પણ શંકા ઉપજાવી સીતાજીને તરછોડી દીધા હતા. માટે આપણે સંપૂર્ણ રીતે બદલવાની જરૂર છે.

આ મમાલે ભાજપે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને કોંગ્રેસના નેતાના નિવેદનની નિંદા કરી છે. ભાજપ નેતાઓએ તેમના પર કાર્યવાહીની પણ માંગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે, આજે સંસદમાં ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ છે અને મોદી સરકાર સંશોધન સાથે ટ્રીપલ તલાક બિલ રાજ્યસભામાં રજુ કરશે. સરકારનો સંપૂર્ણ ભાર આ બિલને ઉપલા ગૃહમાં મંજૂરી મળી જાય તેના પર છે. માટે ભાજપે પોતાના તમામ સાંસદોને સદનમાં હાજર રહેવાને લઈને વ્હિપ જાહેર કર્યું છે.