ટ્રિપલ તલાક બિલ મુદ્દે ઉગ્ર ચર્ચા, હોબાળાને લઈને રાજ્યસભા સ્થગિત - Sandesh
  • Home
  • India
  • ટ્રિપલ તલાક બિલ મુદ્દે ઉગ્ર ચર્ચા, હોબાળાને લઈને રાજ્યસભા સ્થગિત

ટ્રિપલ તલાક બિલ મુદ્દે ઉગ્ર ચર્ચા, હોબાળાને લઈને રાજ્યસભા સ્થગિત

 | 3:36 pm IST

ટ્રિપ્લ તલાક બિલ રજુ થતા રાજ્યસભામાં સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. વિપક્ષે આ બિલને પહેલા સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગણી કરી હતી. જ્યારે સરકારે કોઈ પણ પ્રકારના સંશોધન વગર જ આ બિલને સદનમાં પાસ કરવાવા માંગે છે. આ મુદ્દે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

કોંગ્રેસના નેતા આનંદ શર્માએ બિલને લઈને સંશોધન પ્રસ્તાવ રજુ કર્યો હતો. જેનો કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, સંશોધન 24 કલાક પહેલા આપવા જોઈતા હતાં, પરંતુ તેવું થયું નથી. ત્રણ વાગ્યે સદન સમક્ષ સંશોધન મુકવામાં આવ્યાં હતાં. જેટલીએ કોંગ્રેસના નેતા આનંદ શર્માની ટીકા કરતાં કહ્યું હતું કે, આનંદ શર્મા એક ખોટી પરંપરા શરૂ કરવા જઈ રહ્યાં છે. સદનમાં બહુમત ધરાવતી કોઈ પણ પાર્ટી કે જુથ સિલેક્ટ કમિટીના સભ્યોના નામ નક્કી કરી શકે છે. જેટલીએ કોંગ્રેસ પર બિલ અટકાવવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, દેશ જોઈ રહ્યો છે કે તમે એક સદનમાં બિલનું સમર્થન કર્યું અને બીજા સદનમાં તેને પાસ થતા રોકવા માંગો છો.

રાજ્યસભામાં કોંગ્રેસના નેતા આનંદ શર્માએ ટ્રિપલ તલાક બિલને લઈને સિલેક્શન મકિટી માટે વિરોધ પક્ષોના સભ્યોના નામ ઉપસભાપતિને આપ્યા હતાં. આ સભ્યોમાં ત્રણ કોંગ્રેસના નેતાના નામ શામેલ હતાં. ત્યાર બાદ આનંદ શર્માએ સરકારને પોતાના સભ્યોના નામ જણાવવા કહ્યું હતું. કોંગ્રેસ નેતાનું કહેવું હતું કે, સિલેક્શન કમિટી બજેટ સત્ર દરમિયાન પોતાના મંતવ્યો રજુ કરશે. આનંદ શર્માનું કહેવું હતું કે સરકાર પહેલા સંસોધનોને સ્વિકાર કરે અને પછી બિલને સિલેક્શન કમિટીને મોકલે. આ મામલે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચા ઉગ્ર બની હતી. સદનમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. અંતે ઉપસભાપતિએ રાજ્યસભાની કાર્યવાહી આવતી કાલ ગુરુવાર સુધી સ્થગિત કરી દીધી હતી.

ટ્રિપલ તલાક બિલ આજે બપોરે રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે બિલ રજુ કર્યું હતું. આ બિલ લોકસભામાં પાસ થઈ ચુક્યું છે. બિલ પર ચર્ચા શરૂ થઈ હતી.

ચર્ચા શરૂ થતા જ મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસે ટ્રિપલ તલાક બિલને સેલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગણી કરી હતી. સંસદનું શીયળું સત્ર અંતિમ ચરણોમાં છે. રાજ્યસભામાં અલ્પમતમાં રહેલી કેન્દ્રની નરેન્દ્ર મોદી માટે આ બિલ મંજુર કરાવવું પડકારજનક રહેશે.

કેન્દ્રિય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે આજે બપોરે રાજ્યસભામાં મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) વિધેયક-2017 રજુ કર્યું હતું. આ બિલ પર ચર્ચા થઈ હતી. અગાઉ આ બિલ ગઈ કાલે મંગળવારે રાજ્યસભામાં રજુ કરવાનું હતું, પરંતુ વિપક્ષમાં એકમત ન બની શકવાના કારણે સરકાર તેને રજુ કરી શકી ન હતી.

સરકાર આ બિલને રાજ્યસભામાં પાસ કરાવીને જેમ બને તેમ સત્વરે રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલી તેને કાયદાનું રૂપ દેવાના મુડમાં છે. પરંતું ભાજપ પાસે રાજ્યસભામાં બહુમત નથી. જ્યારે વિરોધ પક્ષો તરફથી સરકારને આ બિલને લઈને વિશ્વાસનું નક્કર આશ્વાસન મળ્યું નથી. વિરોધ પક્ષો આ બિલમાં કેટલાક સંશોધન સુચવ્યા છે અને તેને સિલેક્ટ કમિટી સમક્ષ મોકલાવાની માંગ કરી રહ્યું છે.