Triple Talaq Bill To Be Tabled In Rajya Sabha For Making Instant Triple Talaq A Criminal Offence
  • Home
  • Featured
  • ચોમાસુ સત્રનો અંતિમ દિવસ, ટ્રિપલ તલાક બિલ પર કેન્દ્રનો પ્લાન B તૈયાર

ચોમાસુ સત્રનો અંતિમ દિવસ, ટ્રિપલ તલાક બિલ પર કેન્દ્રનો પ્લાન B તૈયાર

 | 10:18 am IST

સંસદના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે અને તેવામાં સરકર ફરી એકવાર ટ્રિપલ તલાકને દંડનીય ગુનો ગણવા સંબંધીત બિલ પાસ કરાવવાનો પ્રયાસ કરશે. મૂળ બિલને લોકસભામાં પહેલા જ મંજૂરી મળી ચુકી છે અને હવે આ બિલ રાજ્યસભામાં પડતર છે, જ્યાં ભાજપની આગેવાની હેઠળની NDA પાસે બહુમત નથી. આ ઘટનાક્રમ વચ્ચે કેન્દ્રીય કેબિનેટે ‘મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયક 2017’માં ત્રણ સંશોધનને મંજૂરી આપી દીધી છે.

હવે સરકાર રાજ્યસભામાં આ સંશોધિત બિલને પસાર કરાવી શકે છે. જો વિધેયક ઉચ્ચ સદનમાં પસાર થઈ જાય તો તેને સંશોધનની મંજૂરી માટે પરત લોકસભામાં રજુ કરવામાં આવશે. જોકે વિરોધ પક્ષ તેને પાસ ના થવા દે તો માનવામાં આવી રહ્યું છે કે, સરકાર આ બિલ પર અધ્યાદેશ લાવી શકી છે.

આ અગાઉ સરકારે ગુરૂવારે મુસ્લિમ સમુદાયમાં ત્રણ તલાક સાથે સંબંધિત પ્રસ્તાવિત કાયદામાં આરોપીને સુનાવણી પહેલા જામીન આપવાની કેટલીક જોગવાઈઓને મંજૂરી આપી દીધી છે. જોકે આ પગલા મારફતે કેબિનેટે તે ચિંતાઓને પણ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે જેમાં ત્રણ તલાકની પરંપરાને ગેરકાયદેસર જાહેર કરવા અને પતિને ત્રણ વર્ષની સજા આપવાના પ્રસ્તાવિત કાયદાના દૂરૂપયોગથી બચી શકાય.

પહેલો મોટો ફેરફાર

પ્રસ્તાવિત કાયદો ‘બિનજામીન’ બની રહેશે પરંતુ આરૂપી જામીન માંગવા માટે સુનાવણી પહેલા પણ મેજિસ્ટ્રેટ સામે ગુહાર લગાવી શકે છે. બિનજામીનપાત્ર કાયદાને અંતર્ગત, જામીન પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ આપી શકાય નહીં. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, આ જોગવાઈને એટલા માટે જોડવામાં આવી છે જેથી કરીને મેજિસ્ટ્રેટ ‘પત્ની (પીડિતા)ને સાંભળ્યા બાદ’ જામીન આપી શકે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, જોકે પ્રસ્તાવિત કાયદામાં ત્રણ તલાકનો ગુનો બિનજામીનપાત્ર બની રહેશે’. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેજિસ્ટ્રેટ જ એ સુનિશ્ચિત કરશે કે જામીન ત્યારે જ આપી શકાય જ્યારે પતિ વિધેયક અનુંસાર પત્નીને વળતર આપવા માટે સહમત હોય. વિધેયક અનુંસાર વળતરની રકમ પણ મેજિસ્ટ્રેટ દ્વારા જ નક્કી કરી શકાશે.

બીજેડી અને AIADMK કોના તરફ ઝુકશે?

હાલ તો એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, બે મોટી અને બિનભાજપી પાર્ટીઓ બીજેડી અને AIADMKનું આ સંશોધનને લઈને શું માનવું છે. રાજ્યસભામાં બને પાર્ટીઓના કુલ મળીને 22 સાંસદ છે. ગત વર્ષે લોકસભામાં જ્યારે બિલ રજુ કરવામાં આવ્યું તો બંને પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો હતો અને મતદાનમાં ગેરહાજર રહેવાનો નિર્ણય લીધો હતો. AIADMKની એવી માંગણી હતી કે પતિને થનારી ત્રણ વર્ષની જોગવાઈ કેન્દ્ર સરકાર દૂર કરે.

જોકે આજે સ્થિતિ બદલાઈ ચુકી છે. એક દિવસ પહેલા રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં બંને જ પાર્ટીઓએ NDAના ઉમેદવાર હરિવંશનું સમર્થન કર્યું હતું. ગુરૂવારે કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, તે સોનિયા ગાંધીને પણ પુછવા માંગે છે કે શું તે મહિલાઓના સમ્માન અને ગૌરવ સાથે છે કે કેમ? તેમણે એ પણ કહ્યું હતું કે, કોંગ્રેસે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન