નોંધી લો 'ત્રિરંગી પુલાવ'ની રેસિપી, અને ઉજવો ગણતંત્ર દિવસ - Sandesh
  • Home
  • Food & Lifestyle
  • નોંધી લો ‘ત્રિરંગી પુલાવ’ની રેસિપી, અને ઉજવો ગણતંત્ર દિવસ

નોંધી લો ‘ત્રિરંગી પુલાવ’ની રેસિપી, અને ઉજવો ગણતંત્ર દિવસ

 | 7:17 pm IST
  • Share

26મી જાન્યુઆરીના દિવસની સ્પેશિયલ ઉજવણી કરવા માટે ત્રિરંગી વાનગીઓથી વિશેષ શું હોઇ શકે. તો ઘરે બનાવો આ રીતે ‘ત્રિરંગી પુલાવ’. આ પુલાવ દેખાવમાં જેટલો સુંદર છે, તેટલો સ્વાદમાં પણ ઝાયકેદાર છે. બસ તો 26મી જાન્યુઆરીના ખાસ દિનને વધુ ખાસ બનાવી દો. હા પણ રેસિપી નોંધવાનું ભૂલતા નહીં.

ત્રિરંગી પુલાવ સામગ્રી

250 ગ્રામ ચોખા
25 ગ્રામ છીણેલુ ચીઝ
2 મોટી ચમચી ટામેટો સોસ
25 ગ્રામ લીલા વટાણા
25 ગ્રામ બટાકા
2 મોટા ચમચી વાટેલા લીલા ધાણા
1/4 ચમચી હળદર
1/2 ચમચી રાઈ
11/2 ચમચી મીઠું
2 મોટા ચમચી ઘી
20 કિશમિશ
3 થી 4 કાજૂ

બનાવવાની રીત

સૌ પ્રથમ ચોખાને બાફીને ત્રણ ભાગોમાં વહેંચી લો. પછી વટાણા અને બટાકાને બાફી લો. બટાકાના નાના નાના ટુકડા કરો. કિશમિશ થોડીવાર સુધી પાણીમાં પલાળી કાઢી લો. એક ભાગમાં લીલા ધાણાની ચટણી, વટાણા, અને મીઠુ ઉમેરી અલગ મુકી દો. બીજુ પડ બનાવવા માટે1 ચમચી ઘી ગરમ કરીને કાજૂના નાના ટુકડા કરી સેકી લો.

આમાં કિશમિશ, સોસ,1/2 ચમચી મીઠુ અને ચોખાનો બીજો ભાગ નાખી મિક્સ કરી લો. એક ચમચી ઘી માં રાઈનો વધાર કરી હળદર, બટાકા નાખી ઉતારી લો. આમા ચીઝ, મીઠુ અને બાકીના ચોખા ભેળવી લો. એક ડિશમાં 1 મોટી ચમચી ઘી લગાવીને ત્રણે પ્રકારના ચોખા એકની ઉપર એક એક પડ પાથરી હાથ વડે સારી રીતે દબાવી મુકી દો. આને હલકા હાથે ઉલટાવી દો અને કોઈ બીજી થાળીમાં કાઢી લો. તો તૈયાર ત્રિરંગી પુલાવને ગરમા-ગરમ સર્વ કરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો