trolled Shefali Zariwala for wearing crop top boycott Chinese products
  • Home
  • Featured
  • OMG! આ અભિનેત્રીને લોકોએ આપી ધમકી, આ ટી-શર્ટ કાઢીને ફેંકી દે નહીંતર…

OMG! આ અભિનેત્રીને લોકોએ આપી ધમકી, આ ટી-શર્ટ કાઢીને ફેંકી દે નહીંતર…

 | 11:32 am IST

એક જમાનામાં કાંટા લગા ગીતથી પ્રખ્યાત થયેલી શેફાલી જરીવાલાએ બિગ બોસની 13મી સીઝનમાં આવીને ચર્ચામાં આવી હતી. શરૂઆતમાં આસિમ રિયાઝ અને હિમાંશી ખુરાનાની મિત્ર બની અને બાદમાં આસિમ રિયાઝની દુશ્મન બનીને શેફાલીએ લોકોને મનોરંજન કર્યા. તેણે સ્પષ્ટપણે સ્વીકારી લીધું હતું કે તે પહેલા સિદ્ધાર્થ શુકલાની ગર્લફ્રેન્ડ પણ રહી ચુકી છે. પરંતુ હાલ તે ટ્રોલર્સના નિશાન પર છે.

હાલ ચીન અને ભારતમાં સીમા સંબંધી વિવાદને લઇને તણાવ વધી ગયો છે. જેને લઇને દેશમાં ચીની સામાનને બોયકોટ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે શેફાલી ઝરીવાલાએ તેની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમા તેણે સફેદ રંગની ટી-શર્ટ પહેરી રાખી છે. પરંતુ ટી-શર્ટ ઉપર ચીની ભાષામાં કંઇક લખ્યું છે. જેને લઇને લોકો તેની પર ભડકી રહ્યા છે. ઘણા લોકોએ તો તેને ધમકી આપતા કહ્યું છે કે ટી-શર્ટને તાત્કાલિક ફેંકી દે નહીંતર તેનું બોયકોટ થઇ જશે. જોકે ઘણા ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે અને અપીલ કરી છે કે તે આ ટી-શર્ટને બોયકોટ કરી દે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન