Tropical Cyclone Vayu Heat Gujarat Coast Bur Heat increase To Pakistan
  • Home
  • Featured
  • ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકશે ગુજરાતના દરિયાકાંઠે પરંતુ પાકિસ્તાનને છૂટી જશે પરસેવો, કારણ કે…

‘વાયુ’ વાવાઝોડું ત્રાટકશે ગુજરાતના દરિયાકાંઠે પરંતુ પાકિસ્તાનને છૂટી જશે પરસેવો, કારણ કે…

 | 11:46 am IST

‘વાયુ’ વાવાઝોડું ઝડપથી ગુજરાતની તરફ આગળ વધી રહ્યું છે. ભારતે નામ પાડેલ વાવાઝોડું ‘વાયુ’ 12 થી 13મી જૂનની વચ્ચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠ ત્રાટકવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના મતે અત્યારે તેની કલાકની ઝડપ 80 થી 90 કિલોમીટર છે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચતા-પહોંચતા 110 થી 135 કિલોમીટરની રફતાર પકડી લેશે. તો બીજીબાજુ પાકિસ્તાનના હવામાન વિભાગના વિજ્ઞાની અબ્દુર રાશિદે કહ્યું કે પાકિસ્તાની દરિયાકિનારા પર ખાસ અસર થશે નહીં. પરંતુ તેના લીધે પાકિસ્તાનના દરિયાકાઠાના વિસ્તારોમાં હીટ વેવ (ગરમી) વધી શકે છે. આ તોફાન આગળ જઇ કેટેગરી-3નું વાવાઝોડું બની શકે છે.

અબ્દુર રાશિદે કહ્યું કે ચક્રવાતી તોફાન વાયુના લીધે અરબ સાગરમાં લો પ્રેશર બનશે. તેના લીધે પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી વધી શકે છે. અત્યારે ત્યાં 35 થી 37 ડિગ્રી તાપમાન છે, જે વધીને 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ શકે છે. જૂન 2015મા પણ આવું જ થયું હતું. તેના લીધે કરાચીમાં પાંચ દિવસ સુધી ભયાનક ગરમી પડી હતી. રમઝાનના મહિનામાં ગરમીથી પાણીની મુશ્કેલી ઉભી થઇ હતી. તેના લીધે કરાચીમાં 3000 લોકોના મોત થયા હતા.

2010 – વાવાઝોડું ફેટ
ગુજરાત ચોમાસાની પહેલાં અને પછી આવનારા ચક્રવાતી તોફાનમાં હંમેશા રહે છે. પરંતુ છેલ્લાં 10 વર્ષથી ગુજરાતને કોઇપણ વાવાઝોડા એ સીધી રીતે હિટ કર્યું નથી. જૂન 2010મા આવેલા ચક્રવાત ફેટ ગુજરાતની નજીક આવી ઓમાનની તરફ ફંટાઇ ગયું હતું. પાછું ફરી તો ગુજરાતને ડરાવતા પાકિસ્તાનની તરફ જતું રહ્યું.

2014 – વાવાઝોડું નૌનક અને નીલોફર
2014ની સાલમાં ગુજરાતના દરિયાકાંઠે બે વાવાઝોડા આવ્યા. ચોમાસા પહેલાં ચક્રવાત નૌનક એ માહોલ બનાવ્યો, પરંતુ તે અરબ સાગરમાં જ ખત્મ થઇ ગયું. આ જ રીતે ઑક્ટોબરના મહિનામાં ચક્રવાતી તોફાન નીલોફર આવ્યું. તે પણ અરબ સાગરમાં જ ખત્મ થઇ ગયું.

2017 – ઓખી વાવાઝોડું
2017ના નવેમ્બર મહિનામાં વાવાઝોડું ઓખી આવ્યું. તેને કેરળ અને તામિલનાડુમાં મોટાપાયા પર કહેર વરસાવ્યો. અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા. પછી આ અરબ સાગરના રસ્તે ગુજરાતની તરફ આગળ વધ્યું. ગુજરાતમાં તમામ ઇમરજન્સી તૈયારીઓ કરી લેવાઇ હતી, પરંતુ ઓખી પણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચતા પહેલાં જ ખત્મ થઇ ગયું.

ગુજરાતમાં ઇમરજન્સી સર્વિસીસ એલર્ટ પર
હવામાન વિભાગના અધિકારીઓના મતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાતના લીધે આંધી અને ભારે વરસાદ પડશે. દરિયાકિનારાના ક્ષેત્રોમાં નુકસાન થવાની આશંકાની વચ્ચે રાજ્ય સરકારે ઇમરજન્સી મીટિંગ બોલાવાઇ છે. તો સાગરખેડૂ ભાઇઓને હાલ દરિયો ખેડવાની ના પાડી દીધી છે. બંદરો પર ચેતવણી રજૂ કરી દેવાઇ છે. ગરમીની ચેતવણી પણ આપી દીધી છે.

અરબ સાગરમાં લો પ્રેશરની સાથે 12 થી 14 જૂનની વચ્ચે વેરાવળ, જામનગર, માંગરોળ, પોરબંદર અને અમરેલી જિલ્લાના દરિયાકાઠાના વિસ્તાર પર વાવાઝોડું ત્રાટકવાની આશંકા છે. આવતા 24 કલાકમાં વાવાઝોડું વધુ ભયંકર થવાની સંભાવના છે. ત્યારબાદ આવતા 24 કલાકમાં આ ચક્રવાતી તોફાન ગંભીર રૂપમાં ફેરવાય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન