TRS Announced First List Of 105 Candidates For Telanaga, Kcr Says Rahul Gandhi
  • Home
  • Featured
  • કર્ણાટકના CM ચંદ્રશેખર રાવે રાહુલ ગાંધીને ગણાવ્યા ‘દેશના સૌથી મોટા જોકર’

કર્ણાટકના CM ચંદ્રશેખર રાવે રાહુલ ગાંધીને ગણાવ્યા ‘દેશના સૌથી મોટા જોકર’

 | 4:59 pm IST

તેલંગાણામાં વિધાનસભા ભંગ કરતાની સાથે જ તેલંગાના રાષ્ટ્રિય સમિતિ (ટીઆરએસ) હરકતમાં આવી ગઈ છે. તેણે થોડા જ કલાકોમાં પોતાના કુલ 105 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી દીધી છે. ઉમેદવારોની યાદી જાહેર કરતા કે મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે રાજ્યના મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા છે. કેસીઆરએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મજાક પણ ઉડાવી હતી.

તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી ‘દેશના સૌથી મોટા જોકર’ છે. તેઓ જેટલી પણ વાર તેલંગાણાં આવશે એટલી ટીઆરએસને વધારે બેઠકો મળશે. આજે અચાનક જ રાવે રાજ્યની વિધાનસભા ભંગ કરવાનો પ્રસ્તાવ રાજ્યપાલ ઈએસએઅલ નરસિંહને મોકલી આપ્યો હતો. જેને રાજ્યપાલે મંજૂર પણ કરી લીધો છે.

ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ ટીઆરએસ અધ્યક્ષ અને કાર્યવાહક મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ કોંગ્રેસ પર રીતસરના વરસી પડ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, 2014 પહેલા તેલંગાનામાં બોમ્બ ધડાકા, વિજળીનો મુદ્દો અને સાંપ્રદાયીક રમખાણો જેવી અનેક સમસ્યાઓ હતી પરંતુ હવે આ તમામ બાબતો હવે ભૂતકાળ બની ગઈ છે. હું કોંગ્રેસના નેતાઓને જણાવી દેવા માંગુ છું કે, તેઓ જમીન પર પગ માંડે અને ચૂંટણી લડે, જનતા તેમને જવાબ આપશે.

તેમણે કહ્યું હતું કે, સૌકોઈ જાણે છે કે, રાહુલ ગાંધી શું છે. તેઓ દેશના સૌથી મોટા જોકર છે. દેશ આખો જોઈ રહ્યો છે કે, તેઓ નરેન્દ્ર મોદી પાસે ગયા અને તેમને ગળે લગાવ્યા અને ત્યાર બાદ કેવી રીતે સંસદમાં આંખ મારી રહ્યાં હતાં. તેઓ અમારા માટે તો એક સંપત્તિ જેવા છે, તેઓ જેટલી વાર તેલંગાણા આવશે તેટલી અમને વધારે બેઠકો મળશે.

ભાજપ સાથે જવાને લઈને કહ્યું આવું

ભાજપ સાથે ગઠબંધન કરવાના પ્રશ્ન પર રાવે કહ્યું હતું કે, ટીઆરએસ 100 ટકા સેક્યુલર પાર્ટી છે. અમે ભાજપ સાથે કેવી રીતે હાથ મિલાવી શકીએ? આગળ ઉમેરતા તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંદીને કોંગ્રેસની દિલ્હીની ગાદી વારસામાં મળી છે. તેઓ કોંગ્રેસના સત્તાવાર ઉત્તરાધિકારી છે. જેથી હું લોકોને અપીલ કરૂ છું કે, તેઓ દિલ્હી અને કોંગ્રેસના ગુલામ ના બને. તેલંગાણાનો નિર્ણય તેલંગાણામાં જ હોવો જોઈએ.

કેસીઆરએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ દરેક ચૂંટણી ભલે એકલા હાથે લડે પણ AIMIM સાથેની અમારી મિત્રતાને લઈને કોઈ જ શંકા નથી.