NIFTY 9,915.25 +41.95  |  SENSEX 32,028.89 +124.49  |  USD 64.3150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદઃ સનાથલ સર્કલ પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં બેના મોત, ચાર ઘાયલ

અમદાવાદઃ સનાથલ સર્કલ પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં બેના મોત, ચાર ઘાયલ

 | 2:01 pm IST

ગુજરાતમાં રોજે રોજે માર્ગ અકસ્માતના કિસ્સાઓ બનતા જાય છે આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ નજીક સનાથલ સર્કલ પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકના મોત થયા હતા. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા.

વધુ મળતી માહિતી પ્રમાણે લગ્ન પ્રસંગમાં હાજરી આપીને છ લોકો રીક્ષામાં બેસી પરત ફરી રહ્યા હતા. ત્યારે ટ્રકે પાછળથી રીક્ષાને ટક્કર મારી હતી જેના કારણે રીક્ષા ટ્રક નીચે દબાઇ ગઈ હતી. અકસ્માતમાં રીક્ષાચાલક માતેરભાઈનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ગંભીર રીતે ઘવાયેલી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રીક્ષામાં સવાર 11 વર્ષનો બાળક ફસાઇ ગયો હતો જેને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને બચાવી લીધો હતો. આ ઉપરાંત ઘાયલ અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં અસલાલી પોલીસ ઘટના સ્થળે પહોંચીને ગુનોં નોંધી વધુ તપાસ હાથધરી છે.