truecaller adds new feature for android users in new update
  • Home
  • Featured
  • Truecallerમાં આવી નવી અપડેટ, જાણો કઈ-કઈ સુવિધાઓ મળશે

Truecallerમાં આવી નવી અપડેટ, જાણો કઈ-કઈ સુવિધાઓ મળશે

 | 11:43 am IST
  • Share

  • આવનારા અઠવાડિયામાં ટ્રુકોલરમાં મળશે નવી અપડેટ

  • વિડીયો કોલર આઈડી, કોલ રેકોર્ડિંગ જેવી ઘણી પ્રીમિયમ સુવિધાઓ લોન્ચ કરશે

જો તમે કોલર આઇડેન્ટિફિકેશન એપ ટ્રુકોલરનો ઉપયોગ કરતા હોવ તમારા માટે સારા સમાચાર છે. Truecallerએ કહ્યું કે તે આવનારા અઠવાડિયામાં ભારતમાં એન્ડ્રોઇડ ફોન યુઝર્સ માટે વિડીયો કોલર આઈડી, કોલ રેકોર્ડિંગ, ઘોસ્ટ કોલ, એનાઉન્સ કોલ જેવી પ્રીમિયમ સુવિધાઓ સહિત નવી સુવિધાઓનો લોન્ચ કરશે.

ઘોસ્ટ કોલનો અર્થ એ સુવિધાથી છે કે જેમાં યુઝર્સ પોતાના માટે કોઈપણ નામ, નંબર અથવા તસવીર નાખી શકે અને જ્યારે તે કોઈને કૉલ કરે છે, ત્યારે તે જ વસ્તુઓ અન્ય વ્યક્તિના ફોનમાં દેખાશે. જ્યારે Announce Call નો અર્થ છે ફોનમાં કોલ કરનાર વ્યક્તિના નામની જાહેરાત કરવી.

ભારતમાં Truecallerના 22 કરોડ યુઝર્સ

આ સ્ટોકહોમ (સ્વીડન)ની કંપનીના લગભગ 30 કરોડ માસિક યુઝર્સ છે અને તેના એકલા ભારતમાં 22 કરોડ યુઝર્સ છે, જે તેના કુલ યુઝર્સનો ત્રણ-ચતુર્થાંશ ભાગ છે.

ટ્રુકોલર ઈન્ડિયાના ચીફ પ્રોડક્ટ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિત ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે, ‘ટ્રુકોલર 22 કરોડથી વધુ ભારતીયો માટે તેમની વ્યાવસાયિક અને વ્યક્તિગત જરૂરિયાતો માટે કોમ્યુનિકેશનનો મહત્વપૂર્ણ ભાગ છે. લોકોએ અમારામાં જે વિશ્વાસ દર્શાવ્યો છે તેનાથી અમે ખૂબ જ ખુશ છીએ, પરંતુ સાથે સાથે કોમ્યુનિકેશનમાં પરિવર્તન લાવવાનો અમારો ધ્યેય પણ અમને પ્રેરણા આપે છે.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો