ટ્રમ્પને મળવા યુવાન 21 માળની દિવાલ સુધી પહોંચી ગયો - Sandesh
  • Home
  • World
  • ટ્રમ્પને મળવા યુવાન 21 માળની દિવાલ સુધી પહોંચી ગયો

ટ્રમ્પને મળવા યુવાન 21 માળની દિવાલ સુધી પહોંચી ગયો

 | 1:06 pm IST

અમેરિકાના વર્જિનિયામાં 20 વર્ષનો યુવક સકશન કપ અને પટ્ટીઓ મારફતે મિડટાઉન મેનહટ્ટનના ટ્રમ્પ ટાવરની 21 માળ સુધીની બહારની દિવાલ પર ચઢી ગયો હતો. આ ઘટનાને જોવા માટે મીડિયા કર્મચારીઓ કલાકો સુધી ઊભા રહ્યા હતાં.

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને રૂબરૂ મળવા માટે આ યુવાન દિવાલ પર ચઢી ગયો હોવાનું કહેવાય છે.

પોલીસે યુવકને સમજાવવા માટે ભારે પરસેવો પાડવો પડ્યો હતો. પોલીસ અધિકારીઓએ નીચે આવવા માટે યુવકને ત્રણ કલાક સુધી સમજાવ્યો હતો. ત્યારપછી છેક સાંજે તેને હેમખેમ ઈમારતની અંદર લઈ લેવાયો હતો. આ યુવાનની હજુસુધી ઓળખ છતી થઈ નથી.

આ ઘટનાને જોવા અનેક લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતાં. ઉપરાંત ટીવી પર પણ અનેક લોકોએ આ ઘટના જીવંત જોઈ હતી. આ અંગેના સમાચાર તથા તસવીરોનો પણ સોશિયલ મીડિયા પર મોટા પાયે ફેલાવો થયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે યુવકનો આશય ટાવરની ટોચ પર પહોંચવાનો તથા ટ્રમ્પ સાથે રૂબરૂ મુલાકાત કરવાનો હતો.

મેનહટ્ટનની સૌથી મોંઘી ઈમારતોમાં આ ઈમારતનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બની ત્યારે ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણીના પ્રચાર માટે વર્જિનિયામાં હતાં. ટાવરની આસપાસ કડક સુરક્ષા ગોઠવી દેવાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્થળેથી જ ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો.

દરમિયાન ટ્રમ્પે ટ્વિટર પર જણાવ્યું હતું કે ન્યૂયોર્કના પોલીસ વિભાગે લોકોની સુરક્ષા તથા ઉપર ચઢી ગયેલા યુવકને બચાવવા માટે ખુબ જ પ્રશસનીય કામગીરી બજાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન