NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • બ્રિટન મુલાકાત માટે ટ્રમ્પે મુકી શરત, જાણીને થશે આશ્ચર્ય

બ્રિટન મુલાકાત માટે ટ્રમ્પે મુકી શરત, જાણીને થશે આશ્ચર્ય

 | 11:36 am IST

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે સાથે પોતાના આગામી બ્રિટન પ્રવાસ અંગે ટેલિફોન પર વાત કરી હતી. વાતચીતમાં ટ્રમ્પે બ્રિટિશ વડાપ્રધાન થેરેસાને કહ્યું હતું કે તેઓ ભવ્ય સ્વાગતની તૈયાર શરૂ કરે, જ્યાં સુધી ભવ્ય સ્વાગતની ગેરંટી નહીં આપે ત્યાં સુધી તેઓ બ્રિટન આવશે નહીં.

ટ્રમ્પ આવતા વર્ષે જ બ્રિટનની મુલાકાતે જાય તેવી મનાય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પે થેરેસા મે સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું હતું કે છેલ્લા કેટલાક સમયથી બ્રિટિશ મીડિયામાં તેઓને વધુ માન આપવામાં આવી રહ્યું નથી. એટલું જ નહીં ટ્રમ્પની ફરિયાદ પર થેરેસાએ કહ્યું હતું કે તમે તો જાણો છો, બ્રિટિશ મીડિયા કેવું છે.
ટ્રમ્પે પ્રતિભાવ આપતા જણાવ્યું કે આમછંતા તેઓ બ્રિટન આવવા ઈચ્છે છે, પરંતુ હાલ કોઈ ઉતાવળ નથી, જો તમે મારા માટે ત્યાં સ્થિતિ સુધારશો તો સારું રહેશે, આથી મને લાગે છે કે બ્રિટનમાં મારું ભવ્ય સ્વાગત કરવું જોઈએ, ત્યારે જ હું ત્યાં આવીશ.

બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત અંગે બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેએ હજુસુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. બ્રિટનમાં 18 લાખથી વધુ લોકોએ ટ્રમ્પની મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો છે અને ટ્રમ્પને બ્રિટન નહીં બોલાવવાની પિટિશન પર સહી કરી છે. આ પિટિશનમાં જણાવ્યા પ્રમાણે અમેરિકન સરકારના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પને બ્રિટનમાં પ્રવેશવાની મંજૂરી આપવી જોઈએ, પરંતુ બ્રિટન તરફથી સત્તાવાર મુલાતનું આમંત્રણ મોકલવું જોઈએ નહીં. , જો આમ કરાશે તો તે બ્રિટનની રાણી માટે શરમજનક હશે.