Trump Administration Discussed Nuclear Test in Decades
  • Home
  • Featured
  • દુનિયા માટે ચિંતાજનક સમાચાર, ચીન-રશિયાથી ખતરો વધતા ટ્રમ્પનો વિચાર પરમાણુ…

દુનિયા માટે ચિંતાજનક સમાચાર, ચીન-રશિયાથી ખતરો વધતા ટ્રમ્પનો વિચાર પરમાણુ…

 | 11:56 am IST

ચીન અને રૂસથી વધતા ખતરાની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંદાજે 28 વર્ષ બાદ પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવાનું વિચારી રહ્યા છે. અમેરિકાએ છેલ્લે 1992ની સાલમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. પરમાણુ પરીક્ષણના સંબંધિત અમેરિકાની ટોચની સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા લોકો સાથે ચર્ચા કરી હતી. કહેવાય છે કે આ પરીક્ષણનો હેતુ હથિયારોની વિશ્વસનીયતાને પારખવી અને નવી ડિઝાઇનવાળા હથિયાર બનાવાનું છે.

અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ પ્રમાણે સુરક્ષા સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જો અમેરિકાએ મોસ્કો અને પેઇચિંગને એ દેખાડી દીધું કે તેઓ ‘ઝડપથી ટેસ્ટ’ કરી શકે છે તો આ વાર્તા દરમ્યાન લાભદાયક થઇ શકે છે. અમેરિકા હથિયારો પર નિયંત્રણ માટે રૂસ અને ચીનની સાથે એક નવી ડીલ પર સાઇન કરવા માંગે છે.

અમેરિકાના આ પરમાણુનો મુખ્ય હેતુ પોતાના પરમાણુ બોમ્બના હાલના ભંડારની વિશ્વસનીયતાને પારખવી અથવા તો નવી રીતે પરમાણુ હથિયાર બનાવાનો છે. ટ્રમ્પ પ્રશાસને કહ્યું કે તેઓ નવા હથિયાર બનાવા જઇ રહ્યા નથી પરંતુ જો રૂસ અને ચીને વાર્તા કરવાની ના પાડી દીધો તો તેમની પાસે હથિયાર બનાવાનો અધિકાર સુરક્ષિત છે. સૂત્રોના મતે આ બેઠક દરમ્યાન પરમાણુ બોમ્બના પરીક્ષણના પ્રસ્તાવ પર ગંભીર મતભેદ જોવા મળ્યા.

અમેરિકાની પાસે 3800 પરમાણુ હથિયાર

અમેરિકન અધિકારીઓની વચ્ચે પરમાણુ પરીક્ષણને લઇ કોઇ સહમતિ બની નથી પરંતુ ટ્રમ્પ પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ પ્રસ્તાવના સંબંધમાં ચર્ચા ચાલુ છે. આ બધાની વચ્ચે પરમાણુ અપ્રસારનું સમર્થન કરનાર લોકોએ ટ્રમ્પ વહીવટીતંત્રના આ પ્રસ્તાવ પર ચિંતા વ્યકત કરી છે કે પરમાણુ પરીક્ષણ હથિયાર સંપન્ન રાષ્ટ્રોને આમ કરવા માટે પ્રેરિત કરશે. તેનાથી આખી દુનિયામાં પરમાણુ હથિયારોની અપ્રત્યાશિત હોડ શરૂ થઇ શકે છે.

દુનિયાની સર્વોચ્ચ મહાસક્તિ અમેરિકાની પાસે 3800 પરમાણુ હથિયાર છે. આ પરમાણુ બોમ્બ દુનિયાને કેટલીય વખત નષ્ટ કરી શકે છે. આ પરમાણુ હથિયારોને લઇ જવા માટે અમેરિકાની પાસે 800 મિસાઇલો છે. આ મિસાઇલો દુનિયાના કોઇપણ શહેરને પલકારામાં બર્બાદ કરી શકે છે. સિપ્રીના મતે અમેરિકાએ 1750 પરમાણુ બોમ્બની મિસાઇલો અને બોમ્બવર્ષક વિમાનોમાં તૈનાત કરી રાખ્યા છે. તેમાંથી 150 પરમાણુ બોમ્બ અમેરિકાએ યુરોપમાં તૈનાત કરી રાખ્યા છે જેથી કરીને રશિયા પર નજર રાખી શકાય.

આ વીડિયો પણ જુઓ : અમરેલીમાં ટ્રેક્ટર સામે આવ્યા 2 વનરાજ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન