Trump again tests negative for coronavirus : White House
  • Home
  • Corona live
  • બીજી વખત ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના ટેસ્ટ થયો, 15 મિનિટમાં જ આવી ગયું રિઝલ્ટ

બીજી વખત ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના ટેસ્ટ થયો, 15 મિનિટમાં જ આવી ગયું રિઝલ્ટ

 | 8:31 am IST

ચીનથી આખી દુનિયામાં તબાહી માચાવનાર કોરોના વાયરસે અમેરિકાને બરાબરનું ઝપટમાં લઇ લીધું છે. આ મહામારીના લીધે અમેરિકામાં 2 લાખથી વધુ લોકો બીમાર છે અને 5000થી વધુ પોતાના જીવ ગુમાવી ચૂકયા છે. આ બધાની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના ટેસ્ટ થયો. જેમાં તેઓ બીજી વખત નેગેટિવ આવ્યા છે.

વ્હાઇટ હાઉસની તરફથી રજૂ કરવમાં આવલા નિવેદનમાં કહ્યું કે એક વખત ફરીથી રાષ્ટ્રપતિનો કોરોના વાયરસ ટેસ્ટ થયો હતો. તે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમાં કોરોનાના કોઇ લક્ષણ નથી.

આપને જણાવી દઇએ કે ડોનાલ્ડ ટ્રમ્પન થોડાંક દિવસ પહેલાં એક એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા જે બાદમાં કોરોના વાયરસ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ અમેરિકામાં તેમના ટેસ્ટને લઇ પ્રશ્નો થયા હતા તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમને તેની જરૂર નથી કારણ કે તેઓ સંપૂર્ણપણે ફિટ છે.

જો કે ત્યારબાદ વ્હાઇટ હાઉસમાં તેમનો ટેસ્ટ કરાવ્યો અને બંને વખત તેઓ નેગિટિવ આવ્યો છે જે અમેરિકા માટે રાહતની વાત છે.

CNNના મતે અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો કે આ વખતે જે ટેસ્ટ થયો તેનું રિઝલ્ટ 15 મિનિટમાં આવી ગયું. અમે આવી તકનીકી બનાવી છે જે તરત જ પરિણામ આપી રહ્યા છે.

ટ્રમ્પ બોલ્યા ટેસ્ટ આવ્યા બાદ તરત જ પોતાના કામ પર જતા રહ્યા અને તેને કોઇપણ પ્રકારની પરેશાની નથી.

આપને જણાવી દઇએ કે જૉન હૉપકિંસ યુનિવર્સિટીના ડેટા અનુસાર શુક્રવાર સવાર સુધીમાં અમેરિકામાં 2 લાખ 40 હજારથી વધુ લોકો કોરોના વાયરસથી પોઝિટીવ આવી ચૂકયા છે. જ્યારે અંદાજે 6 હજાર લોકો પોતાના જીવ ગુમાવી ચૂકયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આવતા એક મહિના માટે રેગ્યુલર વર્કને કેમ્પેઇન લોન્ચ કર્યું છે જેથી કરીને લોકો પોતાના ઘરમાં જ રહ્યા.

આ વીડિયો પણ જુઓ : વિશ્વમાં કોરોનાના કેસનો આંક 9.36 લાખને પાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન