Trump An Indian has been made president of the Federal Energy Regulatory Commission
  • Home
  • Featured
  • ટ્રમ્પે એક ભારતીયને ફેડરલ એનર્જી રેગ્યુલેટરી કમિશનના બનાવ્યા પ્રમુખ

ટ્રમ્પે એક ભારતીયને ફેડરલ એનર્જી રેગ્યુલેટરી કમિશનના બનાવ્યા પ્રમુખ

 | 4:28 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના અમેરિકી નીલ ચેટર્જીને ફેડરલ એનર્જી રેગ્યુલેટરી કમિશન (એફઇઆરસી)ના પ્રમુખ નિયુક્ત કર્યા છે. આ એજન્સી અમેરિકાના પાવર ગ્રિડ અને અરબ ડોલરની ઉર્જા પરિયોજનાઓની દેખરેખમાં કામ કરે છે. ચેટર્જી, કેવિન મેકઇનટાયરનું સ્થાન લેશે. મેકઇનટાયરે 22 ઓક્ટોબરે સ્વાસ્થ્યના કારણનો હવાલો આપતા રાજીનામુ આપી દીધું હતું.

વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરી કહ્યું કે ટ્રમ્પે નીલ ચેટર્જીને ફેડરલ એનર્જી રેગ્યુલેટરી કમિશનના ચેરમેન નિયુક્ત કર્યા છે. ચેટર્જી વર્તમાનમાં એફઇઆરસીના ત્રણ કમિશનોમાંથી એક છે. આ બીજી તક છે જ્યારે ચેટર્જીને આ પ્રતિષ્ઠિત એજન્સીના ચેરમેન નિયુક્ત કર્યા છે. ચજે મેકઇનટાયરના પદ સંભાળતા પહેલા 10 ઓગસ્ટ, 2017થી સાત ડિસેમ્બરના મધ્ય આ પદ પર હતા.

તમને જણાવી દઇએ કે ચેટર્જીના માતા-પિતા આશરે 50 વર્ષ પહેલા કોલકત્તાથી અમેરિકા જઇને વસી ગયા હતા. લેક્સિંગટન, કેંટકીના રહેનારા ચેટર્જીએ સેન્ટ લોરેન્સ વિશ્વ વિદ્યાલય અને યુનિવર્સિટી ઓફ સિનસિનાટીના કોલેજ ઓફ લોથી શિક્ષા હાંસલ કરી.