PICS: વિન્ટર ઓલિમ્પિકમાં `ટ્રમ્પ અને કિમ' સાથે, કોઈનો `ખેલ' પાડી દેશે - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Other Sports
  • PICS: વિન્ટર ઓલિમ્પિકમાં `ટ્રમ્પ અને કિમ’ સાથે, કોઈનો `ખેલ’ પાડી દેશે

PICS: વિન્ટર ઓલિમ્પિકમાં `ટ્રમ્પ અને કિમ’ સાથે, કોઈનો `ખેલ’ પાડી દેશે

 | 9:44 am IST

વિન્ટર ઓલિમ્પિકમાં અનેક ઘટનાઓ એવી બની રહી છે જેના લીધે લોકો રોમાંચિત થઈ ઉઠે છે. ખેલાડીઓ મેડલ જીતે તેના બદલે આખા વિશ્વની દ્રષ્ટિ અન્ય બાબતો પર ચિટકી છે. વિન્ટર ઓલિમ્પિક દક્ષિણ કોરિયામાં યોજાય છે અને પડોશી દેશ ઉત્તર કોરિયા સાથે જોરદાર ગજગ્રાહ ચાલી રહ્યો છે, પરંતુ આ ઓલિમ્પિકમાં બંને દેશો એક જ ધ્વજ સાથે સંયુક્ત રીતે મેદાનમાં ઉતર્યા હતા અને ઓપનિંગ સેરેમનીમાં એક સાથે જ ભાગ લીધો હતો.

યોંગપ્યોંગ શહેરમાં યોજાયેલી ઓપનિંગ સેરેમની વખતે વીઆઈપી લોંજમાં ઉત્તર કોરિયાના પ્રમુખના બહેન સ્પેશિયલ વીઆઈપી ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. અમેરિકાના ઉપપ્રમુખ માઈક પેન્સની પાછળ ઉત્તર કોરિયાના પ્રમુખના બહેન બેઠા હતાં. આ સમયે ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હસ્તધૂનન કરતાં જોઈ ખરેખર બધા ચોંકી ઉઠ્યા હતાં.

ઓલિમ્પિકમાં દેખાયેલા આ ટ્રમ્પ અને કિમ બંને નકલી હતાં. કિમ જેવી દેખાતી વ્યક્તિનું નામ હાવર્ડ છે. તેઓ હોંગકોંગના છે અને મ્યુઝિશિયન છે. હાવર્ડ પોતે કહે છે કે તેમનો ચહેરો મોટા ભાગે કિમ જેવો જ છે. આને લીધે તેઓ અનેકવાર સંકટમાં સપડાઈ જાય છે. આથી તેઓ મોટે ભાગે ચશ્મા પહેરે છે.

હાવર્ડનો એક મિત્ર છે તેનું નામ  ડેનિસ એલન છે. તે શિકાગોમાં રહે છે. ડેનિસ પણ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા જ દેખાય છે. વિન્ટર ઓલિપ્મિકની મેચમાં બને જણાં એકબીજા સાથે હાથ મિલવતાં કેમેરા ઝબકી ઉઠ્યા હતાં. ત્યારપછી આ ટ્રમ્પ અને કિમ દક્ષિણ કોરિયાના રસ્તા પર ફરતા દેખાયા હતાં.

અગાઉ પણ બંને જણાં હોંગકોંગ મેટ્રો અને ન્યૂયોર્કના રસ્તા પર સાથે ફરતા દેખાયા હતાં.