NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ટ્રમ્પે યુદ્ધની ચિનગારી ચાંપી છે, હવે અંગારા પર ચાલવું પડશે : ઉ. કોરિયા

ટ્રમ્પે યુદ્ધની ચિનગારી ચાંપી છે, હવે અંગારા પર ચાલવું પડશે : ઉ. કોરિયા

 | 1:28 am IST

મોસ્કો, તા. ૧૨

ઉત્તર કોરિયાના વિદેશપ્રધાને જણાવ્યું છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધની ચિનગારી ચાંપી ચૂક્યા છે અને તેમનો દેશ બારૂદ વરસાવીને તેનો જવાબ આપશે. પોતાનાં પરમાણુ શસ્ત્રોને ન્યાયની તલવાર કહેતાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકાને કિંમત ચૂકવવી પડશે. ઉત્તર કોરિયા સંખ્યાબંધ મિસાઇલ્સ પરીક્ષણ કરી ચૂક્યો છે. અમેરિકી ભૂમિને નિશાન બનાવી શકાય તે પ્રકારનાં પરમાણુ મિસાઇલ વિકસાવવાની નેમ સાથે આગળ વધી રહેલા ઉત્તર કોરિયાએ તાજેતરમાં હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું હતું.

રશિયાની તાસ સમાચાર એજન્સી સમક્ષ ઉત્તર કોરિયાના વિદેશપ્રધાન રી યોંગ હોએ જણાવ્યું હતું કે, ‘અમારા દેશનો પરમાણુ કાર્યક્રમ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાની ખાતરી આપનારો છે અને ચર્ચાસ્પદ નથી. ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રમાં નિવેદન આપીને અમારી સામે યુદ્ધની જામગરી ચાંપી દીધી છે. અમે શબ્દોથી નહીં પણ બારૂતથી જવાબ આપીશું.’ ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે રાષ્ટ્રસંઘમાં જણાવ્યું હતું કે અમેરિકા અને તેના મિત્રદેશોનાં રક્ષણ કરવાની જરૂર પડશે તો અમેરિકા ઉત્તર કોરિયાને પૂરી રીતે તબાહ કરી દેશે.

અમેરિકાને દંડિત કરીશું : ઉ. કોરિયા  

ઉત્તર કોરિયાના વિદેશપ્રધાને જણાવ્યું હતું કે તેમના દેશનાં પરમાણુ હથિયારો અમેરિકા સામે રક્ષણ થઈ શકે તે રીતનાં પ્રતિરોધક છે, તેમ છતાં તેમનો દેશ અખૂટ યુદ્ધક્ષમતા ધરાવે છે. અમેરિકા આક્રમણ કરશે તો તેને દંડિત કર્યા વિના છોડવામાં નહીં આવે.

ટ્રમ્પની મીડિયાને ધમકી : ખોટા સમાચાર આપ્યા તો નેટવક્ર્સનાં લાઇસન્સ રદ થશે

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પરમાણુનીતિ વિશે દેખાડવામાં આવેલા સમાચાર અહેવાલોના મુદ્દે દેશના તમામ મોટા સમાચાર નેટવર્કના પ્રસારણઅધિકાર રદ કરી દેવા ધમકી આપી હતી. ટ્રમ્પે આક્ષેપ કર્યા હતા કે આ અહેવાલો આપનારા તમામ ખોટા પ્રચાર-પ્રસારમાં સામેલ હતા. ટ્રમ્પ અને તેમના સહયોગીઓએ તે અહેવાલો ખોટા અને ઉપજાવી કાઢેલા ગણાવ્યા હતા.

;