ટ્રમ્પની પુત્રી અમેરિકાના હિન્દુ મંદિરમાં ઉજવશે દિવાળી - Sandesh
  • Home
  • World
  • ટ્રમ્પની પુત્રી અમેરિકાના હિન્દુ મંદિરમાં ઉજવશે દિવાળી

ટ્રમ્પની પુત્રી અમેરિકાના હિન્દુ મંદિરમાં ઉજવશે દિવાળી

 | 11:33 am IST

અમેરિકામાં આઠમી નવેમ્બરે યોજાનારી પ્રમુખપદની ચૂંટણીના રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ મત આકર્ષવા નીતનવી યુક્તિ અજમાવી રહ્યાં છે. અગાઉ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા હિન્દુઓના ભારોભાર વખાણ કર્યા હતાં. હવે તેમની પુત્રી ઈવાંકા પણ ભારતીય મૂળના હિન્દુઓના મત આકર્ષવા માટે સક્રિય થઈ ગઈ છે. ઈવાંક મતોના રાજકારણના ભાગરૂપે વર્જિનિયાના હિન્દુ મંદિરમાં દીવાળીની ઉજવણી કરશે એવા અહેવાલ વહેતાં થયાં છે. અમેરિકી પ્રમુખપદના રિપબ્લિકન અથવા ડેમોક્રેટિક ઉમેદવારના પરિવારના કોઈ સભ્ય દ્વારા હિન્દુ મંદિરની મુલાકાતની આ પ્રથમ ઘટના હશે. 34 વર્ષની ઈવાંકા સફળ બિઝનેસવુમન હોવાની સાથોસાથે પિતા ટ્રમ્પની પ્રચાંર ઝંબુશમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.

રિપબ્લિકન હિન્દુ કાઉન્સિલે ગત અઠવાડિયે યોજેલા ચેરિટી કાર્યક્રમમાં પણ ટ્રમ્પ ઉપસ્થિત રહ્યાં હતાં. અમરિકાના પ્રમુખપદના ઉમેદવાર ભારતીય-અમેરિકી સમુદાયના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હોય તેવી આ પ્રથમ ઘટના હતી. આમ તો ભારતીય અમેરિકી સમુદાય પરંપરાગત રીતે ડેમોક્રેટિક પાર્ટીના સમર્થક હોવાનું મનાય છે પરંતુ ટ્રમ્પ અને તેમના સાથીદારોનું માનવું છે કે તાજેતરના પગલાંથી હિન્દુ મતદારો રિપબ્લિકન પાર્ટી તરફ વળશે. દરમિયાન વર્જિનીયામાં ભારતીય-અમરિકી સમુદાયના નેતા રાજેશ ગુટીએ જણાવ્યું હતુંકે મૂળ ભારતીય સમુદાય આ માટે ખરેખર આ એક હકારાત્મક સંકેત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન