US President Donald Trump fires National Security Advisor John Bolton
  • Home
  • Featured
  • ટ્રમ્પે લીધો મોટો નિર્ણય – રાષ્ટ્રિય સુરક્ષા સલાહકારને તગેડી મુક્યા, આપ્યું ચોંકાવનારું કારણ

ટ્રમ્પે લીધો મોટો નિર્ણય – રાષ્ટ્રિય સુરક્ષા સલાહકારને તગેડી મુક્યા, આપ્યું ચોંકાવનારું કારણ

 | 11:04 pm IST

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે એક મોટું પગલું ઉઠાવતા રાષ્ટ્રિય સુરક્ષા સલાહકારને હટાવી દીધા છે. ટ્રમ્પે જૉન બૉલ્ટનને રાષ્ટ્રિય સુરક્ષા સલાહકારનાં પદ પરથી હટાવી દીધા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેઓ અમેરિકાનાં રાષ્ટ્રિય સુરક્ષા સલાહકારની અનેક સલાહોથી સહમત નહોતા.

તો આ મામલે જૉન બૉલ્ટને પણ ટ્વિટ કરીને સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે, ‘મે ગત રાત્રે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળીને જ રાજીનામનું આપી દીધું હતુ, પરંતુ ટ્રમ્પે કહ્યું કે આ મામલે આવતીકાલે વાત કરીશું.’

તો ટ્રમ્પે કહ્યું કે, ‘મે જૉનને રાજીનામું આપવાનું કહ્યું. તેમણે મને સવારે પોતાનું રાજીનામું આપ્યું. હું જૉનનો તેમની સેવાઓ માટે આભર વ્યક્ત કરું છું. હું આવતા અઠવાડિયે દેશ માટે નવા સુરક્ષા સલાહકારની નિમણૂક કરીશ.’

એક અન્ય ટ્વિટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, ‘વ્હાઇટ હાઉસમાં મે જૉન બૉલ્ટનને રાજીનામું આપવાનું રાત્રે જ કહ્યું હતુ. મે તેમને સૂચના આપી હતી કે હવે તમારી સેવાઓની જરૂર નથી. હું તેમના ઘણા સૂચનોથી સહમત નહોતો. આ સલાહો વહીવટી અને અન્ય મુદ્દે હતી.’

અમેરિકન રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટ ત્યારે આવ્યું છે જ્યારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે જૉન બૉલ્ટન પોતાના રાજીનામાં પર પ્રેસ કૉન્ફરન્સ સંબોધિત કરી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો હતો કે પ્રેસ કૉન્ફરન્સમાં માઇક પોમ્પિયોની સાથે ટ્રેજરી સચિવ સ્ટીવન મેનુચિન પણ હાજર રહી શકે છે.

આ વિડીયો પણ જુઓ: પાકિસ્તાને સ્વીકાર્યું છે કે જમ્મુ કાશ્મીર ભારતનું રાજ્ય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન