Donald Trump Fires To Iran After Drone Attack In Saudi Arabia
  • Home
  • Featured
  • સાઉદી પર ડ્રોન હુમલાથી ડોનાલ્ડ ટ્રમ્પે ગુમાવ્યો પિત્તો, ઈરાનને આપી દીધી ખુલ્લી ધમકી

સાઉદી પર ડ્રોન હુમલાથી ડોનાલ્ડ ટ્રમ્પે ગુમાવ્યો પિત્તો, ઈરાનને આપી દીધી ખુલ્લી ધમકી

 | 8:47 pm IST

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરબનાં ક્રુડ ઓઇલ પ્લાન્ટ્સ પર હુમલાને લઇને ઈરાન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘યાદ છે જ્યારે ઈરાને એ કહીને એક ડ્રોન તોડી પાડ્યું હતુ કે તે તેના ક્ષેત્રમાં હતુ, પરંતુ હકીકતમાં તે આસપાસ પણ નહોતુ. હવે તેઓ કહી રહ્યા છેકે સાઉદી અરબ પર હુમલામાં તેમનો કોઈ હાથ નથી. અમે જોઇ લઇશું.’

સાઉદી અરબની કંપની અરામકોનાં કારખાના પર ડ્રોન હુમલા બાદ ક્રુડ ઓઇલ બાદ તેલનાં ભાવમાં 1991 બાદ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો થયો છે. અરામકોએ યમન વિદ્રોહીઓનાં ડ્રોન હુમલા બાદ 2 પ્લાન્ટ્સ પર ઉત્પાદનનું કામ અસ્થાયી રીતે રોકી દીધું છે અને આના કારણે વૈશ્વિક ક્રુડ ઓઇલનું 5 ટકા ઉત્પાદન પ્રભાવિત થયું છે.

જો કે ડ્રોન હુમલા માટે અમેરિકી અધિકારીઓએ ઈરાનને દોષી ઠેરવ્યું છે, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જવાબી કાર્યવાહી કરવા વૉશિંગ્ટનને તૈયાર રહેવા કહ્યું છે. હુતી વિદ્રોહી સંગઠને શનિવારનાં સાઉદી અરબની તેલ કંપની અરામકોનાં અબકૈક અને ખુરાઈસમાં સ્થિત તેલ કુવાઓ પર ડ્રોન અટેક કર્યો હતો. ત્યારબાદથી સાઉદી અરબની ક્રુડ ઓઇલ કંપનીનું ઉત્પાદન લગભગ અડધું થઈ ગયું છે. સાઉદીની તેલ કંપની અરામકોએ કહ્યું કે તે આગામી લગભગ 2 દિવસ સુધી ઉત્પાદનને ઓછુ રાખશે, જેથી એ ક્રુ઼ડ ઓઇલનાં કુવાઓનું સમારકામ કરી શકાય, જ્યાં હુમલો થયો છે. જો કે આ હુમલામાં ઈરાને પોતાનો ના હોવાનું સ્પષ્ટ કહ્યું છે અને કહ્યું છે કે તે યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

આ વિડીયો પણ જુઓ: જૂનાગઢમાં મગફળી,કપાસનું ઉત્પાદનમાં ખેડૂતો સફળ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન