ટ્રમ્પની 'મિત્ર' ભારતને ડિંગો બતાવી પાકિસ્તાનને ૩૩.૬ કરોડ ડોલરની સહાય - Sandesh
  • Home
  • Ahmedabad
  • ટ્રમ્પની ‘મિત્ર’ ભારતને ડિંગો બતાવી પાકિસ્તાનને ૩૩.૬ કરોડ ડોલરની સહાય

ટ્રમ્પની ‘મિત્ર’ ભારતને ડિંગો બતાવી પાકિસ્તાનને ૩૩.૬ કરોડ ડોલરની સહાય

 | 5:13 am IST

વોશિંગ્ટન, તા. ૧૩

અમેરિકાએ ફરી એક વખત પોતાનું બોલેલું ફેરવી તોળ્યં છે. આતંકવાદનો અંત કરવાને લઈને પાકિસ્તાન સામે લગામ ખેંચી હતી. જેમાં હવે અમેરિકી સરકારે નરમ વલણ અપનાવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન માટે આર્થિક મદદનો કરવા તૈયારી બતાવી છે. નવા નાણાકીય વર્ષમાં તે પાકિસ્તાનને કુલ૩૩.૬ કરોડ ડોલરની આર્થિક મદદ કરશે. સોમવારે ટ્રમ્પે ર્વાિષક બજેટ રજૂ કર્યું હતું. જેમાં પાકિસ્તાન માટે ૨૫.૬ કરોડ ડોલરની મદદ કરવાનો પ્રસ્તાવ રાખવમાં આવ્યો હતો. જ્યારે ૮ કરોડ ડોલરની સૈન્ય મદદ કરવામાં આવશે. અમેરિકાએ ફરી એક વખત ભારતને મિત્ર ગણાવીને તેની પીઠ પાછળ પાકિસ્તાનને મદદ કરવાની તેની બેવડી નીતિ છતી કરી દીધી છે.

અમેરિકાનું નવું નાણાકીય વર્ષ ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. થોડા અઠવાડિયા પહેલાં ટ્રમ્પ સરકારે આતંકી સંગઠનો પર અસરકારક પગલાં ન લેવા બદલ કડક પગલાં લીધા હતા. અમેરિકાએ પાકિસ્તાનને મળનારી ૨ અરબ ડોલરની સહાય પર બ્રેક મારી દીધી હતી. સરકારે કહ્યું હતું કે, આતંકવાદી સંગઠન સામે કોઈ પગલાં ન ભરાતાં આ નિર્ણય લેવાયો હતો. અટકાવવામાં આવેલી મદદ પર તેઓ વિચારવિમર્શ કરશે એમ કહેવામાં આવ્યું હતું પણ ટ્રમ્પે નવી આર્થિક મદદ જાહેર કરી. જેમાં સૈન્ય મદદનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસેને એન્ટિ ટેરરિઝમ એક્ટ સાથે જોડાયેલા કેટલાંક નિર્ણયનો મંજૂરી આપી હતી. હવે પાકિસ્તાન સરકારે આતંકીઓ સાથે જોડાયેલી કચેરીઓ અને એકાઉન્ટ બંધ કરવા પડશે. આ મામલે અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે, પાકિસ્તાન અરાજકતા, હિંસા અને આતંકવાદ ફેલાવનારાઓને શરણ આપી રહ્યો છે. તેનું સમર્થન કરી રહ્યો છે. ટ્રમ્પ સરકારમાં એ ચર્ચા થઈ રહી હતી કે, આતંકવાદી સંગઠનોનો અંત આણવા માટે પાકિસ્તાનને આર્થિક મદદ કરવી જોઈએ કે નહીં.

ટ્રમ્પ : બોલે છે કંઈ અને કરે છે કંઈ

મે ૨૦૧૭માં જ પાકિસ્તાનને આપવામાં આવનાર લશ્કરી મદદમાં ન કેવળ મોટા કાપની વાત કરી હતી, પણ ટ્રમ્પ સરકારથી જાહેર કરવામાં આવ્યું હતું કે આ રકમ કરજ તરીકે પણ આપી શકાય છે.

ઓગસ્ટ ૨૦૧૭માં ટ્રમ્પે કહ્યું હતું કે અમે પાકિસ્તાનને અબજો ડોલર આપતા રહ્યા અને એ જ સમયે તે આતંકીઓને આશ્રય આપતું રહ્યું, જેની સામે અમે લડી રહ્યા છીએ. આ બધું બદલવું પડશે અને આ જલદી બદલાશે.

જાન્યુઆરી ૨૦૧૮માં ટ્રમ્પે ટ્વિટ કર્યું છેલ્લાં ૧૫ વર્ષમાં પાકિસ્તાન અમેરિકાને બેવકૂફ બનાવી ૩૩ અબજ ડોલરની મદદ મેળવી ચૂક્યું છે અને એના બદલામાં અમને ફક્ત વિશ્વાસઘાત સિવાય કંઈ આપ્યું નથી. તે અમારા નેતાઓને બેવકૂફ સમજે છે. તે એ આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય આપે છે, જેને અમે અફઘાનિસ્તાનમાં શોધતા રહ્યા. હવે વધુ સહન કરવામાં નહીં આવે.

મદદમાં સતત કાપ 

વર્ષ ૨૦૧૬-૧૭માં પાકિસ્તાનને અમેરિકી વિદેશમંત્રાલયના બજેટમાં ૫૩.૪ કરોડ ડોલરની મદદ મળી હતી, જેમાં ૨૨.૫ કરોડ ડોલરનું વિદેશી લશ્કરી ફંડિંગ પણ સામેલ હતું. ૨૦૧૭માં લશ્કરી મદદમાં ભારે કાપની જાહેરાત બાદ અમેરિકા તરફથી પાકિસ્તાનને નાણાકીય વર્ષ ૨૦૧૮માં ૧૦ કરોડ ડોલર આપવાની વાત કહેવામાં આવી હતી.

પાકિસ્તાનને ફંડિંગ 

અમેરિકી રિસર્ચ થિન્ક ટેન્ક સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ (ઝ્રય્ડ્ઢ)ના રિપોર્ટમાં વર્ષ ૨૦૦૨થી વર્ષ ૨૦૧૫ સુધી અમેરિકા તરફથી પાકિસ્તાનને આપવામાં આવેલી મદદના આંકડા આ પ્રમાણે છે…

વર્ષ અને પાકને અમેરિકાની મદદ (ડોલરમાં) 

૨૦૦૨ ૨.૦ બિલિયન

૨૦૦૩ ૧.૩ બિલિયન

૨૦૦૪ ૧.૧ બિલિયન

૨૦૦૫ ૧.૭ બિલિયન

૨૦૦૬ ૧.૮ બિલિયન

૨૦૦૭ ૧.૭ બિલિયન

૨૦૦૮ ૨.૧ બિલિયન

૨૦૦૯ ૩.૧ બિલિયન

૨૦૧૦ ૪.૫ બિલિયન

૨૦૧૧ ૩.૬ બિલિયન

૨૦૧૨ ૨.૬ બિલિયન

૨૦૧૩ ૨.૩ બિલિયન

૨૦૧૪ ૧.૨ બિલિયન

૨૦૧૫ ૮૦૫ મિલિયન

;