Donald Trump Have Authorized The Release of oil from SPR
  • Home
  • Featured
  • વિશ્વમાં ક્રુડ ઓઇલ સંકટને જોતા ડૉનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ખોલ્યો આ વિશાળ ભંડાર

વિશ્વમાં ક્રુડ ઓઇલ સંકટને જોતા ડૉનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, ખોલ્યો આ વિશાળ ભંડાર

 | 7:27 pm IST

સાઉદી અરબનાં 2 મોટા પેટ્રોલિયમ પ્લાન્ટ્સ પર બે દિવસ પહેલા થયેલા ડ્રોન હુમલા અને ત્યારબાદ ઈરાન તથા અમેરિકાનાં તણાવની વચ્ચે ટ્રમ્પે ક્રુડ ઓઇલને લઇને વૈશ્વિક સ્તર પર સંકટને જોતા આ નિવેદન આપ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ક્રુડ ઓઇલની મંદીની ઇમરજન્સી સ્થિતિમાં બજારમાં સ્થિરતા બનાવેલી રાખવા માટે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (એસપીઆર)થી ક્રુડ ઑઇલ ઉપયોગ કરવા માટે તૈયાર છે. ટ્રમ્પે આ સ્થિતિ માટે એસપીઆરને અધિકૃત પણ કરી દીધું છે.

એસપીઆરથી રિઝર્વ પેટ્રોલનો ઉપયોગ કરવાનું કહ્યું

રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક પછી એક અનેક ટ્વિટ્સ કરીને કહ્યું છે, ‘સાઉદી અરબમાં હુમલા બાદ પેટ્રોલની કિંમતો પર અસર પડી શકે છે. મે જરૂરિયાત પડવા પર તેલનાં જરૂરી સપ્લાય માટે એસપીઆરથી રિઝર્વ પેટ્રોલનો ઉપયોગ કરવાને સત્તાવાર કર્યું છે. મે ટેક્સાસ અને અન્ય રાજ્યોમાં પરવાનગી પ્રક્રિયામાં વર્તમાનમાં તેલ પાઇપલાઇનોની મંજૂરીનાં મામલે ઝડપ લાવવા માટે તમામ યોગ્ય એજન્સીઓને સૂચિત કરી દીધી છે.’ ગત શનિવારનાં સાઉદી અરબની બે પેટ્રોલિયમ કંપની પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો, જેનાથી પેટ્રોલનાં ઉત્પાદનમાં ભારે અસર પડી છે.

અહીં દુનિયાનું સૌથી વધારે ક્રુડ ઓઇલ છુપાયેલું છે

તેમણે વધુમાં કહ્યું કે, ‘સાઉદી અરબનાં તેલ સપ્લાય પર હુમલો થયો છે. અમે જાણીએ છીએ કે અપરાધી કોણ છે, પરંતુ અમે શાહી પરિવાર પાસેથી એ જાણવાની રાહ જોઇ રહ્યા છીએ કે તેઓ આ હુમલા માટે કોને જવાબદાર માને છે. અમારે ઘણી શરતો પ્રમાણે આગળ વધવું પડશે.’ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વનું નિર્માણ સાઉદી ક્રુડ ઓઇલનાં એમ્બાર્ગો માટે 1970નાં દશકમાં કરવામાં આવ્યું હતુ અને આ અમેરિકી ગલ્ફ કોસ્ટમાં સ્થિત છે. અહીં દુનિયાનું સૌથી વધારે ક્રુડ ઓઇલ છુપાયેલું છે. દિલ હિલનાં જણાવ્યા પ્રમાણે 1991માં પહેલા ખાડી યુદ્ધ દરમિયાન અહીંથી તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2005માં કેટરીનાં તોફાન અને 2011માં લીબિયાની સાથે સંબંધ ખરાબ થયા બાદ એસપીઆરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અબકૈક અને હિઝરા ખુરૈસમાં થયો હતો ડ્રોનથી હુમલો

આ નવા વિવાદની શરૂઆત શનિવારનાં સાઉદી અરબનાં સૌથી મોટા ક્રુડ ઓઇલ ક્ષેત્રમાંથી એક હિઝરા ખુરૈસ પર માનવરહિત વિમાનોથી ડ્રોન હુમલાની સાથે થઈ. હિઝરા ખુરૈસમાં રોજનું 15 લાખ બૈરલ તેલ ઉત્પાદન થાય છે. સાથે જ દુનિયાનાં સૌથી મોટા ક્રુડ ઓઇલનાં ભંડારવાળા અબકૈકને પણ નિશાન બનાવવામાં આવ્યું. અબકૈકમાં 70 લાખ બેરલ તેલ પ્રોસેસ થાય છે.

આ વિડીયો પણ જુઓ: PM મોદીના જીવન – કવન પરની પ્રદર્શનીનું ઉદ્ધાટન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન