Trump: I received a 'beautiful' letter from North Korea's Kim said Trump
  • Home
  • Featured
  • કીમનો એક ખુબસૂરત પત્ર મળતાં જ, અમને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો- ડોનાલ્ડ ટ્રમ્પ

કીમનો એક ખુબસૂરત પત્ર મળતાં જ, અમને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો- ડોનાલ્ડ ટ્રમ્પ

 | 4:03 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, તેમને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનો એક ખુબસૂરત પત્ર મળ્યો છે. કિમ પર વિશ્વાસ કાયમ રાખવાના સંકેત આપતાં ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કહ્યું કે, ઉત્તર કોરિયાઈ નેતા પોતાની વાત પર કાયમ રહે, એ મારા માટે મહત્વપુર્ણ છે.

જો કે ટ્રમ્પે એ વાત પર કોઈ જાણકારી ન આપી કે પત્રમાં શું લખવામાં આવ્યું હતું. તેઓએ પહેલાંના પત્રોને ખુબસૂરત ગણાવ્યા અને કહ્યું કે, તેમને અને ઉત્તર કોરિયાઈ નેતાને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો છે.

હનોઈમાં ફેબ્રુઆરીમાં થયેલ શિખર વાર્તા અસફળ રહ્યાની તમામ અટકળો છતાંય ટ્રમ્પે કહ્યું કે, તે ત્રીજી બેઠક માટે તૈયાર છે. તેઓએ કહ્યું કે, ભવિષ્યમાં આવું થઈ શકે છે.

વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને પણ નવી શિખર વાર્તાનું સમર્થન કર્યું હતું. બોલ્ટને આ અંગે મંગળવારે કહ્યું કે, અમે તૈયાર છીએ, તેઓ જ્યારે ઈચ્છે ત્યારે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન