NIFTY 10,214.75 +96.70  |  SENSEX 33,106.82 +346.38  |  USD 65.3200 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • અમેરિકા: નવી ઇમિગ્રેશન પૉલિસી અંગે રજેરજ વાંચો એક ક્લિક પર, યુવાનોને થશે ફાયદો

અમેરિકા: નવી ઇમિગ્રેશન પૉલિસી અંગે રજેરજ વાંચો એક ક્લિક પર, યુવાનોને થશે ફાયદો

 | 10:38 pm IST

શું તમે ઉચ્ચ શિક્ષિત છો, તમારી પાસે સારું એવું કૌશલ્ય છે અને તમે અમેરિકા જવા માંગો છો? ટ્રમ્પ પ્રશાસન દ્વારા પ્રસ્તાવિત મેરિટ પર આધારિત નવી ઇમિગ્રેશન સિસ્ટમથી તમારું સપનું સરળ થઇ શકે છે.

પતિ કે પત્ની અને નાના બાળકોને તો તમે સરળતાથી અમેરિકા લઇ જઇ શકો છો પરંતુ જો તમે તમારા માતા-પિતા, કાકા-કાકી, ભત્રીજા-ભત્રીજીને ત્યાં લઇ જવા માંગો છો તો તમને નિરાશા હાથ લાગી શકે છે. ટ્રમ્પ તેમના માચે દરવાજા બંધ કરવા માંગે છે.

અમેરિકાની નવી ઇમિગ્રેશન પૉલિસી પરિવારને પણ સાથે રાખવાની મંજૂરી આપે છે પરંતુ નવા પ્રસ્તાવ મેરિટ બેઝ અને કૌશલ્યને મહત્વ આપનાર છે. આમ આ જ રીતે ફેમિલી કનેકશન્સની ઉપર આર્થિક યોગદાનની બાબતને ધ્યાનમાં લેવાઇ છે.

ટ્રમ્પે ગ્રીન કાર્ડ્સ માટે નવી પોઇન્ટ બેઝ્સડ સિસ્ટમનું પણ આહ્વાન કર્યું છે. તેને ‘ડાયવર્સિટી વીઝા લોટરી’ સિસ્ટમ પૂરી થશે જે ભારતીયને અમેરિકા જવા માટે સીમિત કરે છે.

ડાયવર્સિટી વીઝા લોટરીની અંતર્ગત પર વાર્ષિક 50000 પરમેનન્ટ રેસિડન્ટ વીઝા ઉપલબ્ધ થાય છે જેમનો ઉદ્દેશ્ય અમેરિકામાં પ્રવાસીઓની વસતી બાદ વિવિધતા લાવે છે. તેના અંતર્ગત એ દેશોના લોકોની પસંદગી કરાય છે જે દેશોના ઇમિગ્રેશન રેટ ઓછા છે. આ ભારત, ચીન, અને મેક્સિકો જેવાં મોટા દેશોની સરખામણીમાં નવા દેશોનો મુકાલબલો નાના દેશોને ફાયદો પહોંચાડે છે.

નવા પ્રસ્તાવ મુખ્યત્વે એ ભારતીય પ્રવાસીઓ માટે ફાયદાકારક છે, જે યુવાન, ઉચ્ચ શિક્ષિત, ઉચ્ચ કૌશલ્યવાળા અને ફર્રાટેદાર અંગ્રેજીવાળી છે. જો કે ખરાબ સમાચાર એ છે કે આનાથી વૃદ્ધ માતા-પિતા અને બૃહદ પરિવારના સભ્યોને અમેરિકા લાવવા થોડુંક અશક્ય થઇ જશે.

પ્રસ્તાવોને કાયદો બનવા માટે કૉંગ્રેસની મંજૂરી બાકી છે. આ ભારત માટે ફાયદાકારક છે કે નહીં એ વાત પર નિર્ભર કરે છે કે તમે પ્રસ્તાવિત માપદંડો પર પોતાને કયાં જુઓ છો. આનાથી ઉચ્ચ કૌશલ્યોવાળા યુવાનોને ફાયદો પહોંચશે પરંતુ આના લીધે કેટલાંક લોકો બ્રેન-ડ્રેનના રૂપમાં પણ જુએ છે.