Trump met PM Modi in G-7 summit for know Jammu-Kashmir 370 Strategy
  • Home
  • Featured
  • 26મી ઑગસ્ટના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ કાશ્મીર મુદ્દે PM મોદીને પૂછશે આ પ્રશ્ન?

26મી ઑગસ્ટના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ કાશ્મીર મુદ્દે PM મોદીને પૂછશે આ પ્રશ્ન?

 | 2:29 pm IST

ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારે તણાવ ચાલી રહ્યો છે. આ મામલે અમેરિકા પણ પાકિસ્તાનને ઘણીવાર ફટકારી ચુક્યું છે. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાશ્મીર સહિત અન્ય મુદ્દાઓ પર જી-7 સમિટમાં દુનિયાના મોટા નેતાઓ સાથે દ્વીપક્ષીય વાર્તા કરશે. 24થી 26 ઓગસ્ટ સુધી ફ્રાન્સના બિયારિટ્ઝ શહેરમાં ચાલનારી જી-7 સમિટમાં આ મામલે ચર્ચા હાથ ધરવામાં આવી શકે છે. પરંતુ ટ્રમ્પ પોતે મોદી પાસેથી જમ્મુ-કાશ્મીરમાં તણાવ ઘટાડવાની રણનીતિ જાણવા ભારે ઉત્સુક છે.

ટ્રમ્પ પ્રશાસને ગુરુવારે ઓફિશયલ નિવેદનમાં કહ્યું છે કે,  જી-7માં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અવે વડાપ્રધાન મોદીની દ્વીપક્ષીય વાતચીત થશે. આ દરમિયાન ટ્રમ્પ મોદી પાસેથી જમ્મુ-કાશ્મીરમાં તણાવ ઓછો કરવાની સ્ટ્રેટેજી જાણવા માંગશે.

આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર સમજૂતી વિશે પણ વાત થશે. અમેરિકા ઈચ્છે છે કે, ભારત અમેરિકાથી આયાત થતી વસ્તુઓ અને સેવાઓ પર ટેરિફ ઘટાડો. તે સાથે જ પોતાના બજાર ખુલ્લા અને સ્વતંત્ર કરવા વિશે કામ કરે.

અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ જી-7માં જર્મન ચાન્સેલર એંજેલા મર્કેલ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેન્ક્રો, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન, જાપાનના વડાપ્રધાન શિંજો આબે અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો સાથે દ્વીપક્ષીય વાતચીત કરશે. આ દરમિયાન ટ્રમ્પ માટે કાશ્મીર સિવાય રશિયન ગેસ સપ્લાય પણ એક મહત્વનો મુદ્દો રહેશે.

ભારત-પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે. જેને લઈને ગત 20 ઓગસ્ટે જ ટ્રમ્પે ત્રીજી વખત કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કાશ્મીર એક મુશ્કેલ પ્રશ્ન છે. આ સમસ્યાનો ધર્મ સાથે પણ સંબંધ. તમારી પાસે હિન્દુ અને મુસ્લિમ પણ છે. મને નથી લાગતું કે બંને સમુદાય સારી રીતે સાથે રહી શકતા હોય. બંને દેશો વચ્ચે ખૂબ મુશ્કેલી છે. આ દશકાઓથી ચાલતો આવતો પ્રશ્ન છે. તેનો ઉકેલ લાવવા માટે હું મધ્યસ્થતી કરી શકું છું.

આ વીડિયો પણ જુઓ : જૂનાગઢમાં શિક્ષિકાએ વિદ્યાર્થીને માર માર્યાની ઘટના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન