Trump nominates Indian-American Anurag Singhal as Florida judge
  • Home
  • Featured
  • ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે આ NRIને સોંપી મોટી જવાબદારી, પદભાર સંભાળતા જ રચશે ઇતિહાસ

ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે આ NRIને સોંપી મોટી જવાબદારી, પદભાર સંભાળતા જ રચશે ઇતિહાસ

 | 1:55 pm IST

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારના રોજ ફ્લોરિડાના 54 વર્ષના ભારતવંશી અનુરાગ સિંઘલને ફેડરલ જજ તરીકે નિમયા છે. વ્હાઇટ હાઉસની તરફથી સેનેટને મોકલેલા 17 જજોમાં તેમનું નામ પણ સામેલ છે. સિંઘલ ફ્લોરિડાના જજ બનનાર પહેલાં ભારતીય હશે. તેઓ જેમ્સ આઇ.કોહ્નની જગ્યા લેશે.

સિંઘલ ફ્લોરિડામાં આ પદ માટે પસંદ થનાર પહેલાં ભારતીય છે. સેનેટની જ્યુડિશિયરી કમિટી દ્વારા જજોના નામોની પુષ્ટિ બુધવારના રોજ થવાની છે. તેઓ 2011થી ફલોરિડામાં 17મી સર્કિટ કોર્ટમાં કાર્યરત છે.

સિંઘલે રાઇસ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે વેક ફોરેસ્ટ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. પોતાના કેરિયરની શરૂઆતમાં સિંઘલે રાજ્ય અટૉર્ની ઓફિસમાં પ્રોસિક્યુટર તરીકે કામ કર્યું.

સિંઘલના માતા-પિતા 1960મા અમેરિકા ગયા હતા

સિંઘલ દાયકાઓ સુધી રક્ષા વિભાગના પણ વકીલ રહ્યા. તેમના માતા-પિતા 1960મા અમેરિકા જતા રહ્યા હતા. તેમના પિતા અલીગઢથી હતા અને તેઓ રિસર્ચ સાયન્ટિસ્ટ છે. તેમની માતા દેહરાદૂનથી હતા.

આની પહેલાં ટ્રમ્પે કેલિફોર્નિયામાં અમેરિકન ડિસ્ટ્રિક્ટ કોર્ટ માટે ફેડરલ જજના પદ પર ભારતીય મૂળના અમેરિકન અટૉર્ની શિરીન મેથ્યૂઝને પસંદ કર્યા હતા. એશિયન-અમેરિકન સંસ્થા નેશનલ એશિયન પેસિફિક અમેરિકન બાર એસોસીએશન (એનએપીએબીએ)એ તેના માટે ટ્રમ્પના વખાણ કર્યા હતા.

એનએપીએબીએ એ કહ્યું હતું – જો તેમના નામ પર સહમતિ બને છે તો તેઓ એશિયા-પેસિફિક ક્ષેત્રના પહેલાં મહિલા હશે, જે આ પદ સંભાળશે. તેની સાથે જ તેઓ પહેલા ભારતીય – અમેરિકન હશે જે આર્ટિકલ થર્ડ ફેડરલ જજ બનશે.

આ વીડિયો પણ જુઓ – અમદાવાદના મેમનગરમાં વિસ્તારમાં અનરાધાર વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન