ટ્વીટર પર ઓબામાનો વર્લ્ડ રેકોર્ડ, ટ્રમ્પનો પાછો પડ્યો ટ્રેક રેકોર્ડ - Sandesh
  • Home
  • Technology
  • ટ્વીટર પર ઓબામાનો વર્લ્ડ રેકોર્ડ, ટ્રમ્પનો પાછો પડ્યો ટ્રેક રેકોર્ડ

ટ્વીટર પર ઓબામાનો વર્લ્ડ રેકોર્ડ, ટ્રમ્પનો પાછો પડ્યો ટ્રેક રેકોર્ડ

 | 4:33 pm IST

વર્તમાન વર્ષમાં રિટવિટ થયેલા ટ્વિટ એવા ટોચના 10 સંદેશામાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના ત્રણ સંદેશાનો પણ સમાવેશ થાય છે.

વર્જિનિયાના શર્લોટ્સવિલેમાં ભડકી ઉઠેલી હિંસા અંગે ઓબામાએ ટ્વિટ કરી મેસેજ મુક્યો હતો. આ ટવિટ માત્ર 2017ની સૌથી ગમતી ટ્વિટ જ ન હતી પરંતુ 30 કરોડ કરતાં વધારે યુઝર્સના ટ્વિટમાં પણ તેનો સમાવેશ થાય છે.

ઓબામાએ નેલ્સન મંડેલાની 1994માં પ્રકાશિત થયેલી આત્મકથાના ઉદાહરણની ટ્વીટ કરી હતી. આ ટ્વિટમાં ઓબામાએ મંડેલાના ઉચ્ચારણોને ટાંકતા લખ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિના શરીરના રંગ, તેની પૃષ્ઠભૂમિ અથવા ધર્મના આધારે તેના માટે ધિક્કાર માટે જન્મ લેતી નથી. ઓબામાની આ ટ્વિટ બીજા ક્રમે સૌથી વધારે રીટ્વિટ થયેલી ટવિટ છે. સૌથી વધારે રિટ્વિટ ફૂડ ચેઈન વેન્ડીના ચિકન નગેટ્સના ટવિટ કરાઈ હતી.

સૌથી વધારે રિટ્વિટમાં ટ્રમ્પને સ્થાન મળ્યું નથી. જોકે ટ્રમ્પનો સૌથી વધારે ટ્વિટ થનાર નેતાઓમાં સમાવેશ થાય છે. ઓબામાના વ્યક્તિગત એકાઉન્ટમાંથી કરાયેલા ટ્વિટને સૌથી વધારે 40 લાખ લાઈક્સ મળ્યા છે. વર્જિનિયાના શારલોટ્સવિલેમાં શ્વેતોને સર્વશ્રેષ્ઠ માનનારાઓની  હિંસક સભા યોજાઈ હતી તે દિવસે ઓબામાએ આ ટ્વિટ કરી હતી.