Trump Said That If He Got Defeat In Election Then He Might Have to Left US
  • Home
  • Featured
  • અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ખુદની હાર ભાળી ગયા ટ્રમ્પ? કહ્યું- તો મારે US છોડવાનો વારો આવશે

અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ખુદની હાર ભાળી ગયા ટ્રમ્પ? કહ્યું- તો મારે US છોડવાનો વારો આવશે

 | 5:08 pm IST

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી (America President Election 2020)માં સતત ઘટતી લોકપ્રિયતા અને કોરોનાના વધતા કેસની વચ્ચે પ્રેસિડન્ટ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી (Republican Party)ના મજબૂત ગઢમાં સંપૂર્ણ જોર લગાવી રહ્યા છે. ટ્રમ્પ (Trump) ભાવનાત્મક મુદ્દાને ઉભરાવવાની કોઈ તક ચુકી રહ્યા નથી. ટ્રમ્પે સમર્થકોની વચ્ચે એક રેલીમાં કહ્યું કે જો તેઓ ચૂંટણી હારે છે તો તેમણે અમેરિકા છોડવું પડી શકે છે. તેમણે જો બાઇડેન (Joe Biden)ને ભ્રષ્ટ ગણાવ્યા છે.

બાઇડેન અમેરિકાને કૉમ્યુનિસ્ટ દેશ બનાવી દેશે

જોર્જિયા અને ફ્લોરિડાની શુક્રવાર રાતની રેલીમાં ટ્રમ્પે કહ્યું કે તેમના ડેમોક્રેટ પ્રતિદ્વંદ્ધી જો બાઇડેન અમેરિકાને એક કૉમ્યુનિસ્ટ દેશ બનાવી દેશે. દેશમાં અપરાધોમાં લિપ્ત ઈમિગ્રેન્ટ્સનું પૂર આવશે. ટ્રમ્પે ઈમિગ્રેન્ટ્સ, જાતિગત બાબતો અને બાઇડેનને લઇને ષડયંત્રથી જોડાયેલી કહાનીઓનો પણ ઉલ્લેખ કર્યો. રિપબ્લિકન નેતાએ કહ્યું કે, બાઇડેન ફેમિલી એક ગુનાખોરી જૂથ જેવી છે. ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું કે, બાઇડેન ડેમોક્રેટ દેશને ગુનાઓ, ડ્રગ્સના વેપાર ઇમિગ્રેન્ટ્સથી ભરી દેશે.

હું હાર્યો તો મારે અમેરિકા છોડવું પડશે

તેમણે સોમાલી મૂળના અમેરિકન ડેમોક્રેટ સાંસદ ઇલ્હાન ઓમર પર પણ પ્રહાર કર્યો. ટ્રમ્પે કહ્યું કે, આ નેતા અમેરિકાથી નફરત કરે છે. તે એવા દેશથી આવે છે જ્યાં કોઈ સરકાર જ નથી. અમેરિકન રાષ્ટ્રપતિએ મીડિયાને સરકારનું દુશ્મન ગણાવ્યું છે. હારની શક્યતાઓને જોતા ટ્રમ્પે કહ્યું કે, “તમે વિચાર્યું છે કે હું હાર્યો તો શું થશે? બની શકે છે કે મારે દેશ છોડીને જવું પડે.”

બાઇડેને ટ્રમ્પને કોરોના વાયરસને લઇ ઘેર્યા

ડેમોક્રેટ નેતા જો બાઇડેને મિશિગનમાં રેલી કરી અને કોરોનાને પહોંચી વળવામાં અસફળતાને લઇને ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે. બાઇડેને કહ્યું કે, ટ્રમ્પ કહે છે કે ચમત્કારની માફક વાયરસ ગાયબ થઈ જશે, પરંતુ આ તો ફરી ઝડપથી વધી રહ્યો છે. આ ધીરેધીરે ખરાબર રૂપ લઇ રહ્યો છે.

આ વિડીયો પણ જુઓ: સુરત મનપાના ડસ્ટબીન બન્યા ભંગાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન