- Home
- Videos
- Featured Videos
- ટ્રમ્પે પહેરાવી ટોપી પણ ટોપીએ ના પાડી

ટ્રમ્પે પહેરાવી ટોપી પણ ટોપીએ ના પાડી
>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મરીન ગાર્ડની કેપ ઉઠાવવા માટે બે વાર નમવું પડ્યું હતું. જી-20 શીખર બેઠકમાં ભાગ લઈ ટ્રમ્પ પાછા ફર્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ટ્રમ્પ એન્ડ્રુઝ એર ફોર્સ બેઝ પરથી વોશિંગ્ટન પરત જતા હતા ત્યારે આવી વિશિષ્ટ સ્થિતિનું નિર્માણ થયું હતું.
વિમાનમાંથી ઉતરાણ કર્યા પછી ટ્રમ્પ હેલિકોપ્ટરમાં બેસવા જઈ રહ્યા હતાં, ત્યારે મરીન ગાર્ડની કેપ જમીન પર પડી ગઈ હતી. ટ્રમ્પે જમીન પર પડેલી કેપ ઉપાડી મરીન ગાર્ડના માથે મુકી હતી. અમેરિકી પ્રમુખ આ કેપ મરીન ગાર્ડના માથે મુકી કે તુરત ભારે પવનમાં તે ફરી ઉડી ગઈ હતી. ટ્રમ્પે હવામાં કેપ પકડવાનો પ્રયાસ કર્યો હતો , પરંતુ બીજીવાર જમીન પર પડી હતી.
મરીન ગાર્ડ સાવધાન અવસ્થામાં ઉભો હતો. ટ્રમ્પે ફરી કેપ ઉપાડી હતી અને તેમની સાથેના અધિકારીને સુપરત કરી હતી. ત્યારપછી તેઓ પગથીયા ચઢી હેલિકોપ્ટરમાં જતા રહ્યા હતાં.