કિમ સાથે બેઠક બાદ ટ્રમ્પની આ જાહેરાતે અમેરિકાને પણ કરી દીધું સ્તબ્ધ! - Sandesh
  • Home
  • World
  • કિમ સાથે બેઠક બાદ ટ્રમ્પની આ જાહેરાતે અમેરિકાને પણ કરી દીધું સ્તબ્ધ!

કિમ સાથે બેઠક બાદ ટ્રમ્પની આ જાહેરાતે અમેરિકાને પણ કરી દીધું સ્તબ્ધ!

 | 10:46 am IST

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે મંગળવારના રોજ કિમ જોંગ-ઉન સંગ સમિટ બાદ કોરિયન પ્રાયદ્વીપમાં સૈન્ય અભ્યાસ બંધ કરવાની જાહેરાત કરી તો આ નિર્ણયે માત્ર તેમના સહયોગી દેશ દક્ષિણ કોરિયાને જ હેરાન કર્યું નહોતું પરંતુ પેંટાગન પણ અવાક થઇ ગયું.

સિંગાપુરમાં ટ્રમ્પની જાહેરાતના થોડાંક જ કલાકો બાદ દક્ષિણ કોરિયામાં તૈનાત અમેરિકન સૈનિકોને કહ્યું કે તેઓ હજુ પણ સૈન્ય અભ્યાસની તૈયારીઓ કરી રહ્યા છે અને જ્યાં સુધી તેમને આ સંબંધમાં નિર્દેશ મળશે નહીં ત્યાં સુધી તેઓ આમ કરતા રહેશે. આપને જણાવી દઇએ કે 2015ની સાલથી અમેરિકા અને દક્ષિણ કોરિયાની વચ્ચે થનાર સૈન્ય અભ્યાસને Ulchi Freedom Guardian (UFG) કહેવાય છે.

દક્ષિણ કોરિયામાં અમેરિકાન સેનાના પ્રવક્તા લેફ્ટિનેંટ કર્નલ જેનઇફર લૉવેટે એક ઇમેલ દ્વારા કહ્યું કે અહીં અમેરિકન કમાન્ડને સૈન્ય અભ્યાસ રોકવા સાથે જોડાયેલ કોઇ નિર્દેશ મળ્યા નથી. જ્યાં સુધી અમને રક્ષા મંત્રાલય તરફથી કોઇ અપડેટ મળતા નથી ત્યાં સુધી અમે આ સ્થિતિને આગળ વધારીશું.

વૉશિંગ્ટનમાં પેંટાગન, વિદેશ મંત્રાલય અને વ્હાઇટ હાઉસના અધિકારીઓ હજુ સુધી ટ્રમ્પની જાહેરાતની અસર અંગે જાણવામાં લાગ્યા છે. પેંટાગનના પ્રવકતા ક્રિસ્ટોફર લોગન એ એક ઇમેલમાં કહ્યું કે રક્ષા મંત્રાલય વ્હાઇટ હાઉસની સાથે મળીને પોતાના સહયોગીઓની સાથે આગળ કામ કરતાં રહેશે. આગળની માહિતી મળવા પર અમે વધુ માહિતી તમને જણાવીશું.

ટ્રમ્પ અને કિમની સફળ બેઠકના વખાણ કરતાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જેઇ ઇન એ કહ્યું કે આનાથી અંતિમ શીત યુદ્ધની સમાપ્તિ થશે. પરંતુ સોલની સાથે સૈન્ય અભ્યાસ બંધ કરવાના ટ્રમ્પના વચનથી કેટલાંય દક્ષિણ કોરિયન સ્તબ્ધ છે. વાર્ષિક સૈન્ય અભ્યાસ ગઠબંધનનો એક અભિન્ન ભાગ રહ્યો છે. ઉત્તર કોરિયાની વિરૂદ્ધ દક્ષિણ કોરિયાને પોતાની રક્ષા માટે તૈયાર કરવા અને સોલને ક્ષેત્રની મોટી શક્તિઓથી સુરક્ષિત રાખવા.

UFG દુનિયાના સૌથી મોટા સૈન્ય અભ્યાસોમાંથી એક છે. ગયા વર્ષે આ અભ્યાસ 11 દિવસ સુધી ચાલ્યો હતો અને તેમાં અંદાજે 17500 અમેરિકન સૈનિક અને 50000 દક્ષિણ કોરિયન સૈનિકોએ ભાગ લીધો હતો. આ અભ્યાસની અંતર્ગત ઉત્તર કોરિયાની વિરૂદઅધ દક્ષિણ કોરિયાની તૈયારીઓની ભાળ મેળવી શકાય છે.

ટ્રમ્પની જાહેરાત બાદથી દક્ષિણ કોરિયના રાજધાનીમાં એ વાતનો ડર છે કે ઉત્તર કોરિયા પરમાણુ હથિયાર નષ્ટ કરે તે પહેલાં જ વૉશિંગ્ટને કનસેશન આપવામાં ખૂબ ઉતાવળ કરી છે. દક્ષિણ કોરિયન રક્ષા મંત્રાલયે ઉતાવળમાં એક નિવેદન રજૂ કરીને કહ્યું કે તેઓ ટ્રમ્પની ઇચ્છા જાણવાની કોશિષ કરી રહ્યાં છે.

ઓબામા મેનેજમેન્ટમાં પેંટગન અધિકારી રહેલા બ્રાયન મૈકકિયૉન કહેે છે કે આ ખૂબ જ મોટી રાહત છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટતા થઇ નથી કે શું ટ્રમ્પનો આદેશ માત્ર UFG જેવા મોટા સૈન્ય અભ્યાસો પર લાગૂ થાય છે કે પછી તેમણે કોઇ નાના-નાના સૈન્ય અભ્યાસોને લઇ આ જાહેરાત કરી છે. આ ચોક્કસ અમેરિકન અને દક્ષિણ કોરિયન બંને તાકતોની તૈયારીને પ્રભાવિત કરશે.