Truth be told by Rakul Preet on marriage rumors
  • Home
  • Entertainment
  • Bollywood
  • લગ્નની અફવા પર રકુલ પ્રિતે જણાવી સચ્ચાઈ

લગ્નની અફવા પર રકુલ પ્રિતે જણાવી સચ્ચાઈ

 | 10:51 pm IST
  • Share

  • રકુલ પ્રિત અને જૈકી ભગનાની લગ્ન
  • લગ્નની તારીખ ફિક્સ હોવાની અફવા
  • લગ્નની અફવા પર રકુલ પ્રિતે તોડી ચુપ્પી

રકુલ પ્રિતે સાઉથ ઈંડિયન ફિલ્મોથી લઈને બોલિવૂડમાં પોતાના અભિનયથી ખાસ જગ્યા બનાવી છે. તે અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને હાલમાં તે 4 મોટા બજેટની ફિલ્મોમાં વ્યસ્ત છે. ત્યારે આ તમામની વચ્ચે ઘણા સમયથી રકુલ અને જેકી ભગનાનીના લગ્નની વાતો વહેતી થઇ છે.

લગ્ન બાબતે રકુલ પ્રિતે તોડ્યું મૌન

રકુલ પ્રિતને લઈને ખબર આવી છે કે, તેણે પોતાના લગ્નની તારીખ નક્કી કરી લીધી છે. બોલિવૂડ અભિનેતા જૈકી ભગનાનીની સાથે તે રિલેશનમાં છે. આ વાતનો ખુલાસો આ કપલે પોતે જ એક પોસ્ટ દ્વારા કર્યો હતો અને ત્યારથી કહેવાય રહ્યુ છે કે, ટૂંક સમયમાં જ બંને લગ્ન કરી લેશે. જો કે, આ વાત પર હવે રકુલે મૌન તોડ્યુ છે. તેણે કહ્યુ છે કે, લગ્નની તારીખોને લઈને ચાલી રહેલી અફવાઓમાં કોઈ તથ્ય નથી. આ એક અફવા છે. હાલમાં મારૂ ફોક્સ ખાલી કરિયર પર છે. લગ્ન પર નહીં.

મારું ફોકસ કરિયર પર, લગ્ન પર નહી: રકુલ

તાજેતરમાં રકુલ પ્રિત સિંહે આપેલા એક ઈન્ટરવ્યૂમાં પોતાના કરિયર અને લગ્નને લઈને વાત કરી હતી. તેણે કહ્યું કે હું એવી વસ્તુઓને સાંભળવાનું પસંદ કરું છુ જેને હું સાંભળવા માગું છુ. હું વસ્તુઓથી પ્રભાવિત ના થવાનું પસંદ કરું છું. મેં મારી પર્સનલ લાઈફ વિશે શેર કર્યું કેમ કે મને લાગ્યું કે આ સારું છે અને મારે શેર કરવું જોઈએ. જો કે આ દરમિયાન તેણે લગ્ન વિશે કોઈ વાત કરી નહી

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો