truth of strange scream that heard in my hospital of indore video vira
  • Home
  • Featured
  • રાત્રે ભૂતના અવાજ સંભળાતો હોસ્પિટલનો VIDEO વાયરલ થતાં હાહાકાર, તપાસમાં થયો નવો જ ખુલાસો

રાત્રે ભૂતના અવાજ સંભળાતો હોસ્પિટલનો VIDEO વાયરલ થતાં હાહાકાર, તપાસમાં થયો નવો જ ખુલાસો

 | 6:59 pm IST

ભૂત હોય કે નહીં એ વાતને લઈ હંમેશા વિવાદ રહ્યો છે. કોઈ કહે છે કે ભૂત માત્ર મનનો વહેમ છે તો વળી કોઈ કહે છે કે ખરેખર આ દુનિયામાં ભૂત છે. પણ હજુ કોઈ નક્કર તારણ સામે આવ્યું નથી. પરંતુ હાલમાં ભૂતને લગતો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયો કોઈના બૂમો પાડવાનો અવાજ સીધી રીતે સાંભળી શકાય છે. દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયોમાં આવતો અવાજ ભૂતનો છે. પરંતુ હવે કંઈક નવો જ ખુલાસો થયો છે. આ વીડિયો ઈન્દોરની એમવાય હોસ્પિટલનો છે.

વીડિયો શેર કરીને કહેવામાં આવી રહ્યું છે કે, આ દવાખાનામાં 15-20 દિવસ પહેલાં એક મહિલા અડધી સળગીને આવી હતી. ત્યારબાદ તેનું મોત થયું હતું. તો લોકોનું કહેવું છે કે એ મહિલાની આત્મ આ દવાખાનામાં હજુ પણ ભટકી રહી છે અને રાત્રે બૂમો પાડી રહી છે.

વીડિયો હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે અને એમાં અવાજો પણ આવી રહ્યા છે. એવામાં હોસ્પિટલ પણ હરકતમાં આવી ગઈ અને તપાસ હાથ ધરાવામાં આવી. ત્યારે ખબર પડી કે, હાડકા વિભાગમાં એક દર્દી દાખલ છે અને તેનું ડ્રેસિંગ કરવામાં આવે ત્યારે તેને દુખાવો થવાના કારણે તે રાડો પાડે છે અને જેના કારણે આવા અવાજો આવે છે. અહીં કોઈ ભૂત-પ્રેત નથી. જે લોકોએ ખોટી વાતો કરીને વીડિયો વાયરલ કર્યો હતો એના પર સરકાર કાર્યવાહી કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન