Truth Will Be Revealed on Sunday About It Is Suicide Or Murder
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત સિંહ રાજપૂતનું મર્ડર કે પછી આત્મહત્યા? આ દિવસે થઈ જશે દૂધનું દૂધ – પાણીનું પાણી

સુશાંત સિંહ રાજપૂતનું મર્ડર કે પછી આત્મહત્યા? આ દિવસે થઈ જશે દૂધનું દૂધ – પાણીનું પાણી

 | 7:30 pm IST

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતનું રહસ્ય રવિવારના ખુલી શકે છે. ઉલ્લેખનીય છે કે એમ્સના નિષ્ણાતોની ટીમ રવિવારના એ વાત પર નિર્ણય કરશે કે 14 જૂનના સુશાંતનું મોત આત્મહત્યા હતી કે પછી તેનું મર્ડર કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ એમ્સની આ વિશેષ પેનલનું કામ ખત્મ થઈ જશે. એમ્સના ફૉરેન્સિક નિષ્ણાત ડૉ. સુધીર ગુપ્તાના નેતૃત્વમાં ડૉક્ટરોની પેનલ રવિવારના એક મહત્વની બેઠક કરશે, જેમાં સુશાંત સિંહ રાજપૂતની ઑટોપ્સી રિપોર્ટ અને વિસરા રિપોર્ટ પર ચર્ચા કર્યા બાદ આ પેનલ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત પર પોતાનું અંતિમ મંતવ્ય આપશે.

એમ્સના ડૉક્ટર નિષ્કર્ષ નીકાળશે 

આ કેસમાં જે ફૉરેન્સિક નિષ્ણાતોએ સુશાંત સિંહ રાજપૂતના વિસરા કેસની ફરી તપાસ કરી છે. તેઓ શુક્રવાર સુધી પોતાનો રિપોર્ટ એમ્સના ડૉક્ટરો સમક્ષ રજૂ કરશે. સૂત્રોનું કહેવું છે કે એમ્સના ડૉક્ટર એ નિષ્કર્ષ પણ નીકાળશે કે સુશાંત સિંહ રાજપૂતને તેના મોત પહેલા ઝેર આપવામાં આવ્યું હતુ. ફૉરેન્સિક નિષ્ણાત સુશાંતના 20 ટકા સંગ્રહી રાખવામાં આવેલા વિસરાના આધારે એક રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે, જે મુંબઈની ફૉરેન્સિક લેબમાં હતો.

એસઆઈટીના સભ્યો દિલ્હી પહોંચ્યા

સુશાંતની મોતના કેસની તપાસ માટે બનાવવામાં આવેલી એસઆઈટી આગળ પોતાની તપાસની દિશા નક્કી કરવા માટે આગામી અઠવાડિયાની શરૂઆતમાં એમ્સના ડૉક્ટરો સાથે મુલાકાત કરશે. સીબીઆઈ અધિકારી નૂપુર પ્રસાદ અને તપાસ અધિકારી અનિલ યાદવની સાથે 3 અન્ય એસઆઈટી સભ્ય બુધવારના એજન્સીના વરિષ્ઠ અધિકારીઓને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે. આ તમામ આ કેસની તપાસ માટે 21 ઑગષ્ટથી મુંબઈમાં જ હતા.

વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે થશે બેઠક

કહેવામાં આવી રહ્યું છે કે નૂપુર પ્રસાદ, અનિલ યાદવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની બેચ એક બેઠક આયોજિત કરશે. નૂપુર પ્રસાદ અને અનિલ યાદવ પોતાના વરિષ્ઠ અધિકારીઓને આ કેસમાં ઉપલબ્ધ પુરાવા અને 22 ઑગષ્ટથી અત્યાર સુધી નોંધાયેલા નિવેદનો વિશે જાણકારી આપશે.

આ વિડીયો પણ જુઓ: પાકિસ્તાન મરીનની નાપાક હરકત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન