try 5 minutes puch up rotation excercise for slim toned and sexy stomach
NIFTY 11,422.55 -12.55  |  SENSEX 37,807.57 +-44.43  |  USD 70.2475 +0.35
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • માત્ર એક કસરતથી મેળવી શકશો આ ફોટોમાં બતાવેલી યુવતી જેવી ફિગર

માત્ર એક કસરતથી મેળવી શકશો આ ફોટોમાં બતાવેલી યુવતી જેવી ફિગર

 | 12:14 pm IST

શું તમને તમારું મોટું પેટ સમસ્યા લાગે છે? શું તમારા આખા શરીરમાં માત્ર પેટના ભાગ પર જ ફેટ જમા થયેલું છે? તો તમારે ગભરાવાની જરૂર નથી. હવે તમે એક એક્સરસાઈઝ કરીને તમારા કમરા જેવા પેટમાંથી રિયલ કમર બનાવી શકો છો આ એક્સરસાઈઝ પુશ-ઉપ રોટેશન છે. જો તમે ઢગલાબંધ એક્સરસાઈઝ કરીને કંટાળી ગયા છો, તો આ એક્સરસાઈઝ તમારો ઉત્સાહ વધારશે, અને તમને ફાયદો પણ કરાવશે તેના માટે તમારે કોઈ જ મશીન કે મોટી જગ્યાની જરૂર નથી.

ફીટનેસ એક્સપર્ટસ કહે છે કે, આ એક્સરસાઈઝથી ન માત્ર તમારું પેટ ઓછું કરવામાં સહાયતા મળશે. પણ પેટની માંસપેશીઓને પણ મજબત કરવામાં મદદ કરશે. એટલું જ નહિ, તેનાથી તમારા આર્મ્સ, શોલ્ડર, લોઅર બેક અને હિપ્સમાં પણ નિખાર આવશે.

આવી રીતે કરો એક્સરસાઈઝ

  •  પ્લૈંક પોઝિશનમાં જઈને તમારા પગ અને હિપ્સને એક લાઈનમાં રાખો.
  •  હવે હાથ દ્વારા બોડીને નીચે લઈ જાઓ અને પછી પ્લિંગ પોઝિશનમાં લઈ જાઓ.
  •  આ પોઝિશનમાં 2 થી 3 સેકન્ડ રહો અને બાદમાં રાઈટ સાઈડથી તમારા સીધા હાથને ઉપરની તરફ ઉઠાવતા ટ્વિસ્ટ કરો.
  •  ધ્યાન રાખો કે તમારો સીધો હાથ છતની તરફ ઉપર ઉઠેલો હોવો જોઈએ. જ્યારે કે કુલ્લા ઉઠાવી શકો છો.
  •  તેના બાદ તમારો હાથ ફરીથી જમીનની તરફ લાવો અને પહેલી સ્થિતિમાં આવી જાઓ.
  •  તેના બાદ લેફ્ટ સાઈડથી આવું રિપીટ કરો. આ વખતો તમારો લેફ્ટ હાથ ઉપર ઉઠેલો હોવો જોઈએ.
  •  આરામથી પ્લૈંક પોઝિશનમાં ફરીથી આવી જાઓ.

આ વાતનું ધ્યાન રાખો
આ એક્સરસાઈઝ ઓછામાં ઓછી 15વાર રિપીટ કરો. યોગ્ય લાભ લેવા માટે આ એક્સરસાઈઝને દિવસમાં બેથી 3 વાર કરો. આનાથી તમારું શરીર શેઈપમાં આવી જશે.