Try Five Fashion tips and Get a Stylish Look in College
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • પાંચ ફેશન ફંડાને ટ્રાય કરી કૉલેજમાં મેળવો સ્ટાઇલિશ લુક

પાંચ ફેશન ફંડાને ટ્રાય કરી કૉલેજમાં મેળવો સ્ટાઇલિશ લુક

 | 3:37 pm IST
  • Share

કૉલેજ શરુ થતાની સાથે નવા મિત્રો, ફ્યુચરના અભ્યાસની સાથે સાથે સ્ટાઇલ પણ શરુ થાય છે. કોલેજ ગોઇંગ ગર્લ્સ ટી-શર્ટની સાથે જિન્સ પહેરવાનું વધારે પસંદ કરે છે. જિન્સ અને ટી-શર્ટ એ સામાન્ય વિકલ્પ છે. પણ એની સાથે એવું કંઇક પહેરીએ જેનાથી તમે બધામાં અલગ તરી આવો અને ડિફરન્ટ લુક મળે. કોલેજમાં સ્નીકર્સ પહેરવા કે હાઇ હિલ્સ સેન્ડલ એ દરેક કોલેજ ગર્લ્સને કન્ફ્યુઝ કરે છે. કોલેજમાં તમારું ડ્રેસિંગ બીજા કરતાં હટકર કરવા તમારા માટે પાંચ અલગ અલગ પ્રકારના લુક્સની વાત કરીએ, જેને અજમાવી કોલેજમાં હટકે લુક મેળવો.

ડિફરન્ટ જિન્સ

કોલેજમાં કેઝયુઅલ ટી શર્ટને જિન્સ સાથે પહેરો. આ સિવાય પણ અત્યારે ડિફરન્ટ ટાઇપનાં જિન્સ અવેલેબલ છે. જેમ કે, હાઇરાઇઝ જિન્સ, બેલબોટમ, બૂટકટ, બેગી જિન્સ વગેરે. આમાંથી કોઇપણ જિન્સ ટ્રાય કરો, તમારો લુક ડિફરન્ટ જ લાગશે. આની સાથે તમારા લુકને સ્ટાઇલિશ બનાવવા માટે સ્ટ્રેપી સેન્ડલ પહેરી શકો છો.

મેક્સી

તમને લાગતું હોય કે કોલેજમાં ડેનિમથી ઉત્તમ કંઇ નથી, તો તમારો આ વિચાર ખોટો છો. કોલેજમાં ફ્લોરલ મેક્સી ડ્રેસ પહેરીને જાવ. આ ડ્રેસમાં તમારો લુક બદલાઇ જશે. આ ડ્રેસની સાથે હાઇ હિલ્સ સેન્ડલ પહેરીને તમારા લુકને વધારે સ્ટાઇલિશ બનાવી શકો છો. ફ્લોરલ ઉપરાંત વિવિધ ડિઝાઇન અને પેટર્નની મેક્સી પહેરી શકાય. મેક્સી હેવી વર્ક કે હેવી મટીરિયલ એટલે કે પાર્ટીવેર ન હોવી જોઇએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું.

વ્હાઇટ આઉટફિટ

સફેદ રંગના વર્કવાળાં શર્ટ ગમે ત્યારે પહેરી શકાય છે. આ શર્ટ તમારા ઉપર સરસ લાગશે. કૂલ લુક મેળવવા તમે શર્ટને ડેનિમ શોર્ટ્સ અને સ્નીકર્સ સાથે અજમાવો. દરેક કોલેજ ગર્લ્સ પાસે વ્હાઇટ ટી શર્ટ, શર્ટ કે ટોપ હોય જ છે. તેને ડિફરન્ટ રીતે પહેરો. જેમ કે, વ્હાઇટ ટોપને અથવા પ્રાઇડ ટોપને સ્કર્ટ સાથે પહેરો. પ્રિન્ટેડ કે પ્લેન ટોપને વેસ્ટ ટ્રાઉઝર્સ સાથે પહેરીને રેટ્રો લુક મેળવી શકો છો. પફ્ડ સ્લીવ્સ શર્ટ જિન્સ સાથે પહેરી શકો છો. વ્હાઇટ સેપરેટ્સ કે ટોપ જ્યારે જિન્સ સાથે પહેરો ત્યારે શક્ય હોય તો વ્હાઇટ શૂઝ તમારા લુકને આકર્ષક બનાવશે.

ઓફ શોલ્ડર ડ્રેસીસ

ઓફ શોલ્ડર ડ્રેસીસ આજકાલ ચલણમાં છે. કોલેજમાં સૌથી આકર્ષક દેખાવા માટે ઓફ શોલ્ડર ફ્લોરલ ટોપ લૂઝ ફિટેડ ટ્રાઉઝર્સ સાથે પહેરો. ઓફ શોલ્ડર ટોપ જિન્સ સાથે પણ પહેરી શકો. આ ડ્રેસમાં કિટન હિલ્સ તમારા લુકમાં ચાંદ ચાંદ લગાવી દેશે.

જમ્પસૂટ

તમારા લુકને આકર્ષક બનાવવા માટે જમ્પસૂટ અજમાવો. સફેદ રંગના ફ્લેટ્સ સેન્ડલ અને ફેની પેક બેગની સાથે તમારા લુકને ફાઇનલ ટચ આપો. આ ઉપરાંત સુંદર પ્રિન્ટસવાળાં હાઇ વેસ્ટેડ સ્કર્ટની સાથે તમે સિઝનના રંગમાં રંગાઇ જાવ. શાર્પ બ્લેઝર અને ક્રોપ્ડ ટ્રાઉઝર્સની સાથે તમારી જાતને સોફેસ્ટિકેટેડ લુક આપી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન