Try the Moisturizing Face Pack for a Dry Skin, find out
  • Home
  • Fashion & Beauty
  • ડ્રાય સ્કિન માટે ટ્રાય કરો મોઇશ્ચરાઇઝિંગ ફેસ પેક, જાણો વિગતે

ડ્રાય સ્કિન માટે ટ્રાય કરો મોઇશ્ચરાઇઝિંગ ફેસ પેક, જાણો વિગતે

 | 11:39 am IST

મેકઓવર :- શહનાઝ હુસૈન

ઋતુ બદલાવવાના કારણે કેટલીક વખત સ્કિન ડ્રાય થઈ જાય છે. તેના કારણે મહિલાઓ વિવિધ પ્રકારની મોઇશ્ચરાઇઝિંગ ક્રીમનો ઉપયોગ કરતી હોય છે. તેમાં પણ જો જે વ્યક્તિની સ્કિન પહેલેથી જ ડ્રાય હોય તો સ્કિન પર મોઇશ્ચરાઇઝર લગાવું જરૂરી છે. જેનાથી ત્વચા સોફ્ટ રહે છે. સીઝનમાં આવતા બદલાવની અસર પણ સ્કિન પર પહેલા જોવા મળે છે. તેથી આ સીઝનમાં નેચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરવો વધુ હિતાવહ રહેશે. સ્કિનને મોઇશ્ચર કરવા માટે તમે મલાઈ, એલોવેરા, બદામનું તેલ, ઇંડાં, મધ, વગેરેનો ઉપયોગ કરી શકો છો. અત્યારની સીઝનમાં ત્વચાનું નિયમિત ધ્યાન રાખવું પડે છે. કારણ કે આ સીઝનમાં સ્કિન થોડા થોડા સમયે ડ્રાય થઈ જ જાય છે. તો આવો ડ્રાય સ્કિનને નરમ બનાવવા ઘરેલુ મોઇશ્ચરાઇઝિંગ ફેસ પેક વિશે જાણીએ.

એલોવેરા જેલ

  • એલોવેરા જેલ અથવા એલોવેરા જ્યૂસને સ્કિન પર લગાવો. ૨૦ મિનિટ બાદ ચહેરો પાણી વડે ધોઈ લો.
  • એલોવેરા જેલ લગાવવાથી સ્કિન સોફ્ટ બને છે.
  • એલોવેરા સ્કિનને ક્લિન કરી અને ગ્લો આપે છે.

મધ

  • અડધી ચમચી મધ લો. તેમાં એક ચમચી બદામનું તેલ અને એક ચમચી મિલ્ક પાઉડર મિક્સ કરો. હવે આ તૈયાર કરેલા પેકને ચહેરા પર લગાવો. ૨૦ મિનિટ બાદ પાણી વડે ચહેરો ધોઈ લો.
  • મધ અને મિલ્ક પાઉડર સ્કિનને સોફ્ટ કરશે અને ગ્લો આપશે. જ્યારે બદામનું તેલ ત્વચાને મોઇશ્ચર કરવાનું કામ કરશે.
  • આ પેક લગાવવાથી સ્કિન સ્વસ્થ બનશે. સ્કિન પરની કરચલી દૂર થશે.

કેળાં

  • કેળાંને ક્રશ કરી તેમાં ગુલાબજળ મિક્સ કરો. આ તૈયાર કરેલી પેસ્ટને ત્વચા પર લગાવો. ૧૫થી ૨૦ મિનિટ બાદ પાણીથી ચહેરો ધોઇ લો.
  • આ પેક લગાવાથી સ્કિન પરની કરચલી અને ટેનિંગ દૂર થશે.

ગાજર

  • ગાજરમાં વિટામિન-એ રહેલું છે. જે સ્કિનને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે.
  • ગાજરના પલ્પને ચહેરા પર લગાવીને ૧૫ મિનિટ બાદ ચહેરો ધોઈ લો.
  • બાફેલા ગાજરને પણ તમે ફેસ પર લગાવી શકો છો, તેને અડધો કલાક સુધી રાખો. ત્યાર બાદ ચહેરો પાણી વડે ધોઈ લો.
  • ગાજર ખાવાથી સ્કિન ગ્લોઇંગ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન