અજમાવો આ ઘરગથ્થુ ઉપાયો, અને બંધ કરો માસિક સમયે થતો દુખાવો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • અજમાવો આ ઘરગથ્થુ ઉપાયો, અને બંધ કરો માસિક સમયે થતો દુખાવો

અજમાવો આ ઘરગથ્થુ ઉપાયો, અને બંધ કરો માસિક સમયે થતો દુખાવો

 | 12:59 pm IST

સ્ત્રીઓ માટે ઋતુચક્ર એ માન ના માન મેં તેરા મહેમાન જેવું છે. ચૌદેક વર્ષની ઉંમરથી લઈને લગભગ 50 વર્ષ સુધી દર મહીને સ્ત્રીઓને માસિક આવતું રહે છે. જો કે આ ઋતુચક્રમાં તેને ઘણા બધા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. આમ, જો તમે આ સમસ્યાથી બહુ જ હેરાન-પરેશાન હોવ તો આ ટિપ્સ તમારા માટે ખૂબ જ કામની છે.

ગાજર
ગાજર ન માત્ર આંખોને સ્વસ્થ રાખે છે પરંતુ તે માસિકની સમસ્યાઓમાં પણ કારગર સાબિત થાય છે. માસિક સમયે એક ગ્લાસ ગાજરનું જ્યૂસ પીવાથી ફાયદો થાય છે.

મીઠું
માસિક સમયે બ્લોટિંગ થવું સામાન્ય વાત છે. પરંતુ જો તમને માસિક આવવાને થોડા સમય પહેલાં મીઠાનું સેવન બંધ કે ઓછું કરી દો તો તમને દુખાવામાં રાહત મળી શકે છે

લવન્ડર ઓઈલ
માસિક સમયે દુખાવો થતો હોય ત્યારે પેટ પર લવન્ડર ઓઈલ લગાવવાથી દર્દમાં રાહત મળે છે. આ ઉપાય કરવાથી 10-15 મિનિટમાં જ દુખાવામાં આરામ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન