આ ટિપ્સ અપનાવશો તો લવ લાઇફમાં વધશે રૉમાન્સ - Sandesh
  • Home
  • Astrology
  • આ ટિપ્સ અપનાવશો તો લવ લાઇફમાં વધશે રૉમાન્સ

આ ટિપ્સ અપનાવશો તો લવ લાઇફમાં વધશે રૉમાન્સ

 | 7:35 pm IST

જો તમારી લવ લાઇફ સારી ના ચાલતી હોય તો ફેંગશુઇનાં અનુસાર પોતાના ઘરમાં અને બેડરૂમ પર નજર દોડાવવી જોઇએ. ફેંગશુઇની માનીએ તો તમારા ઘરમાં વિશેષ દિશાનાં ખુણા અને બેડરૂમમાં કેટલીક ચીજોને રાખવાથી બચવુ જોઇએ.

ફેંગશુઇ અનુસાર જુના ઘર લેતા સમયે અથવા ઘર ખરીદતા સમયે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તેમા સાઉથ વેસ્ટ અને નૉર્થ વેસ્ટ કૉર્નર કપાયેલું ના હોય. હંમેશા એવું ખરીદવું જોઇએ જેમાં સાઉથ વેસ્ટ અને નૉર્થ વેસ્ટ કૉર્નર જરૂર હોય. જો તમારે તમારે પ્રેમ સંબંધ મજબૂત કરવો હોય તો ઘર ખરીદતા સમયે રસોડાની દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ક્યારેય એવું ઘર ના ખરીદવું જોઇએ જેમાં કિચન નૉર્થ વેસ્ટ દિશામાં હોય.

તમારા બેડરૂમનું તમારી લવ લાઇફમાં મહત્વપૂર્ણ સ્થાન છે. ફેંગશુઈ અનુસાર કહેવામાં આવે છે કે પરિવાર, દોસ્તો અને ધાર્મિક તસવીરોને ભૂલથી પણ બેડરૂમમાં ના લગાવવી જોઇએ. ફેંગશુઇ પ્રમાણે બેડરૂમમાં બ્રાઇટ લાઇટનો ઉપયોગ ના કરવો જોઇએ. આવુ કરવાથી કપલમાં હંમેશા ઝગડા થાય છે. આ માટે બેડરૂમમાં લાઇટ ડિમ થવી જોઇએ. બેડરૂમમાં નેગેટિવ ઇમોશનવાળી તસવીરો ના લગાવવી જોઇએ. જેમ કે ગુસ્સો, રડવું, લડાઇ અથવા સંઘર્ષ.