Try These Tips of lord Ganesha for fulfill your wishes
  • Home
  • Astrology
  • ગણેશ ચતુર્થી પર કરો આ ચમત્કારીક ઉપાય! ગજાનન મન મુકીને વરસશે

ગણેશ ચતુર્થી પર કરો આ ચમત્કારીક ઉપાય! ગજાનન મન મુકીને વરસશે

 | 12:29 pm IST

ભગવાન ગણેશજી વિધ્નહર્તા અને મંગલકર્તા છે. ભક્તો બાપ્પાના આવવાની આતુરતાથી રાહ જોતા હોય છે. સોમવારે ગણેશજીની ધામધુમથી પધારી રહ્યા છે. ગણેશજીની પૂજા અર્ચના કરવાથી વિધ્નહર્તા તમામ કષ્ટો દૂર કરી દે છે. પોતાના ભક્તોની તમામ આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરે છે. દરિદ્રતાનો નાશ કરવા માટે આ વખતે બાપ્પા ગણેશ ચતુર્થીએ આવી રહ્યા છે.

આ પણ વાંચો: નવ પરણિત યુગલોના સપનાં પર ફરી શકે છે પાણી, બેડરૂમ જ કારણભૂત

ગણપતિ ભગવાનની પૂજા અને ઉપાસના સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે છે. આ વખતની ગણેશ ચતુર્થીએ તમે મનોકામના સિદ્ધ કરવા કરો આ ઉપાય ગણેશજીની વિશેષ કૃપા ઉતરશે.

આઓ જાણીએ કેટલાક ખાસ ઉપાય
નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ગણેશ યંત્રને ખુબજ ચમત્કારીક માનવામા આવે છે. આ વખતે ગણેશ ચતુર્થી પર ગણેશ યંત્રની સ્થાપના કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. આ યંત્રજો ઘરમાં રહે તો તમામ ખરાબ શક્તિઓ દૂર થાય છે.

તકલીફો થશે દૂર
જો તમારા જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવી રહી હોય તો તમારે ડરવાની કોઈ જરૂર નથી આ ગણેશ ચતુર્થીએ હાથીને લીલુ ઘાસ ખવડાવો. ગણેશજીના દર્શન કરો તમારી દરેક તકલીફો થશે દૂર.

આર્થિક સમસ્યા માટે
ખુબજ મહેનત કરવા છતા જો તમને સફળતા મળતી ન હોય તો ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્થી પર શુદ્ધ ઘી અને ગોળનો ભોગ ધરાવો. આ ભોગ ગાયને ધરાવો. આ ઉપાય કરવાથી જરૂરથી નાણાભીડ દૂર થશે. ગણેશ ચતુર્થી પર પીળા રંગની પ્રતિમા તમારા ઘરમાં સ્થાપિત કરો અને હળદરની પાંચ ગાંઠ રાખી 108 વાર દૂર્વા ચડાવી વિધ્નહર્તાની પૂજા કરો. આ ઉપાય 10 દિવસ કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે.

આ Video જુઓ: ગણેશ સ્થાપનાની શાસ્ત્રોક્ત રીત, જાણો શાસ્ત્રી પાસેથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન