Try These Tips To Have Fun With Period Sex
  • Home
  • Sex & Relationship
  • પીરિયડ સેક્સ દરમિયાન ભરપૂર મજા લેવા અજમાવો આ ટિપ્સ

પીરિયડ સેક્સ દરમિયાન ભરપૂર મજા લેવા અજમાવો આ ટિપ્સ

 | 5:30 pm IST

એક સમય હતો જ્યારે લોકો પીરિયડ્સ અંગે ખુલીને વાત કરી શકતા નથી. ધીમે-ધીમે તેને લઇને વાત શરૂ થઇ તો પીરિયડ સેક્સ પર આવીને અટકી ગઇ છે. પીરિયડ સેક્સને હાલ પણ આપણા સમાજમાં યોગ્ય માનવામાં આવતું નથી. કેટલાક લોકો પીરિયડ્સ દરમિયાન સેક્સ અંગે વિચારીને ડરી જાય છે. પરંતુ શુ તમે જાણો છો કે પીરિયડ્સ દરમિયાન પણ સેક્સ થઇ શકે છે. જેના માટે તમારે કેટલીક ટિપ્સ ધ્યાનમાં રાખવી પડશે.

તમે તમારી પીરિયડ સાઇકલની ટ્રેક રાખો, જેથી તમને ધ્યાન રહે કે તમારુ ફર્ટાઇલ પીરિયડ કયુ છે અને ક્યારે તમને મૂડ સ્વિંગ્સ થાય છે.

પીરીયડ્સ દરમિયાન સેક્સ શાવરમાં પણ કરી શકાય છે. જેનાથી ન તો તમને અને તમારા પાર્ટનરને કોઇ સમસ્યા થશે અને તમને સેક્સમાં પણ મજા આવશે.

છતા પણ જો તમે મનમાં પીરિયડ સેક્સને લઇને ડરી રહ્યા છો અને તમારો પાર્ટનર તમને તેના માટે મજબૂર કરી રહ્યો છે તો તમે તેની સાથે ખુલીને વાત કરો અને તમારી સમસ્યા જણાવો. બની શકે છે કે તેનાથી તમારી સમસ્યાનો ઉકેલ આવે.

આ પળને વધારે રોમાન્ચક બનાવવા માટે તમે બ્લાઇંડફોલ્ડ્સનો ઉપયોગ કરી શકો છો. સાથે જ આ વાતનું ધ્યાન રાખો કે પીરિયડ દરમિયાન એક મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ઇન્ફેક્શન થવાનો ખતરો સૌથી વધારે રહે છે. સાથે STD અને વાયરસ સંબંધિત બીમારીઓ જેવી કે હેપેટાઇટિસ બી અને HIV થવાની આશંકા પણ રહે છે.

પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવું કે ન કરવું તમારી પર્સનલ ચોઇસ હોવી જોઇએ. પીરિયડ્સ એક નોર્મલ બોડી ફંક્શન છે અને તેના માટે તમારે શરમ અનુભવવાની જરૂર નથી. જો તમે પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવા નથી માંગતા તો પોતાને સંતુષ્ટ કરવા અન્ય કેટલાક ઉપાયો છે.