NIFTY 9,710.80 -109.45  |  SENSEX 31,213.59 +-317.74  |  USD 64.1300 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ઘર પરિવારમાં સુખ-શાંતિ માટે અજમાવો આંકડાના પાંદડાના આ ટોટકા

ઘર પરિવારમાં સુખ-શાંતિ માટે અજમાવો આંકડાના પાંદડાના આ ટોટકા

 | 4:50 pm IST

હિંદૂ ધર્મ સાથે જોડાયેલા શાસ્ત્રો અને દસ્તાવેજોમાં અનેક એવા ઝાડ અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે માણસના જીવનને સરળ બનાવે છે. આ ઉપાયો કરવાથી ભવિષ્યમાં આવનારી સમસ્યામાંથી પણ માણસને બચાવી શકે છે. માનવામાં આવે છે કે કેટલાક છોડમાં દૈવીય શક્તિઓ હોય છે જે માણસ માટે લાભકારક સાબિત થાય છે.

આંકડાનું ઝાડ પણ આવું જ વૃક્ષ છે. જેનો ઉપયોગ ખાસ રીતે કરવાથી જીવનમાં આવનારા સંકટમાંથી મુક્તિ મેળવી શકાય છે. આંકડો ભગવાન શંકરનું પ્રિય ઝાડ છે. શિવજીની પૂજામાં આંકડાના ફૂલ તેમજ પાંદડાના ઉપયોગને શુભ માનવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર આંકડાના ઝાડના પાંદડા ઘરના મુખ્ય દરવાજાની બહારની તરફ લગાવવાથી ઘર-પરીવાર પર ખરાબ નજરની અસર થતી નથી. ભગવાન શંકરની પૂજામાં સફેદ આંકડાના ફૂલ ચડાવવા જોઈએ. ઘરની બહાર આંકડાના ફૂલ લગાવવાથી ઘર પર સદા શિવજીના આશીર્વાદ રહે છે. આ પાંદડા ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ પણ અટકાવે છે.