Try to remove the problem of acne, Follow Easy home Remedy
  • Home
  • Fashion & Beauty
  • જડમૂળથી ખીલની સમસ્યા દૂર કરવા માટે અજમાવો આ દેશી નુસખા

જડમૂળથી ખીલની સમસ્યા દૂર કરવા માટે અજમાવો આ દેશી નુસખા

 | 4:55 pm IST

આજકાલ ચહેરા પર ખીલ થવા એ દરેક લોકો માટે સમાન્ય સમસ્યા બની ગઇ છે અને ખાસ કરીને આ સમસ્યા ટીનેજર્સમાં જોવા મળી રહી છે. પરંતુ હાલના પ્રદૂષણવાળા વાતાવરણ અને ખાણીપીણીને કારણે દરેક ઉંમરના લોકોને ખીલ-ડાધ સમસ્યા થાય છે. જેથી ચહેરાને સુંદર બનાવવા લોકો ઘણા પ્રયોગ કરે છે. તો આજે અમે તમને કેટલાક એવા દેશી નુસખા જણાવીશું, જેનો ઉપયોગ કરી તમે ઝડપથી ખીલની સમસ્યા દૂર કરી શકશો.

– થોડા ફુદીનાનાં પાનમાં પાણી નાખીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટને રાતે સુવાના સમયે લગાવવી અથવા આ પેસ્ટને ગાળીને તેમાથી જ્યુસ કાઢીને તે ચહેરા પર લગાવી સવાર સુધી તેને રહેવા દેવું. સવારે ચહેરો ઠંડા પાણીથી ધોઇ લેવો. આ ઉપાય સપ્તાહમાં એકવાર કરવાથી ધીરે-ધીરે ખીલની સમસ્યા ગાયબ થઈ જશે.

– તેમજ લીંબુ લઇને તેનો રસ કાઢી લેવો અને કોટનને આ રસમાં નિચોવી ત્વચા પર લગાવવું. તે સૂકાય જાય એટલે તેને ઠંડા પાણીથી ધોઈ લેવું. દિવસમાં બે વાર આ પ્રયોગ કરવાથી ખીલની સમસ્યા ત્રણ-ચાર દિવસમાં જ દૂર થાય છે.

– લસણની બે કળી અને લવિંગને પીસી લેવું. એ પેસ્ટને માત્ર ખીલ પર લગાવવું. થોડા સમય સુધી રહેવા દો અને બાદમાં ચહેરાને ધોઈ લેવો. આમ કરવાથી ખીલ દૂર થશે.

– રાતે સૂતા પહેલા ટૂથપેસ્ટને ખીલ પર લગાવવી. સવારે ઠંડા પાણીએ ચહેરો સાફ કરી લેવો. આમ અઠવાડિયામાં તમને ખીલ પર તરત જ અસર જોવા મળશે.

– બરફના ટુકડાને કોટનનાં કાપડમાં લપેટીને ચહેરા પર હલકા હાથે માલીશ કરવી. આ ઉપાય દિવસમાં બે વાર કરવાથી ત્રણ-ચાર દિવસમાં ખીલની સમસ્યામાં રાહત મળે છે.