કોચ સૌમ્યદીપ રોય સામેના મનિકા બત્રાના આક્ષેપની તપાસ માટે TTFI સમિતિ રચી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • કોચ સૌમ્યદીપ રોય સામેના મનિકા બત્રાના આક્ષેપની તપાસ માટે TTFI સમિતિ રચી

કોચ સૌમ્યદીપ રોય સામેના મનિકા બત્રાના આક્ષેપની તપાસ માટે TTFI સમિતિ રચી

 | 7:46 am IST
  • Share

ભારતીય ટેબલ ટેનિસ મહાસંઘે મનિકા બત્રા દ્વારા રાષ્ટ્રીય કોચ સૌમ્યદીપ રોય સામે લગાવેલા મેચ ફિક્સિંગના આરોપોની તપાસ માટે શનિવારે પાંચ સભ્યોની બનેલી સમિતિની રચના કરી છે. TTFIના અધ્યક્ષ ચિરંજીવી ચૌધરીને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સમિતિ છ સપ્તાહમાં પોતાનો રિપોર્ટ આપશે. આ સમિતિમાં બે વકીલ જાનેન્દ્ર જૈન અને પાર્થ ગૌસ્વામી ઉપરાંત યશપાલ રાણા પણ છે.TTFIની કાર્યકારી સમિતિની વર્ચ્યુઅલ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. મનિકાએ આરોપ મૂક્યો છે કે રોયે માર્ચમાં ઓલિમ્પિક ક્વોલિફાયર દરમિયાન તેને જાણી જોઇને એક મેચ હારવા જણાવ્યું હતું. મનિકાએ દાવો કર્યો છે કે તેને કારણે જ તેણીએ ટોક્યો ઓલિમ્પિક દરમિયાન તેણો પોતાની સિંગલ મેચમાં તેમની મદદ લીધી ન હતી.TTFI સચિવ અરુણ બેનરજીએ બેઠક બાદ જણાવ્યું હતું કે દોહામાં યોજાનારી એશિયન ચેમ્પિયનશિપ માટે ટીમની પસંદગી ૧૬ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ટીમમાં એ લોકો ભાગ લઇ શકશે જેઓ રાષ્ટ્રીય શિબિરમાં ભાગ લઇ રહ્યા છે. નોંધનીય છે કે મનિકા હજુ સુધી શિબિરમાં પહોંચી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન